મનોરંજન

“હિંદુ પંડિતોને ખરાબ ચિતરે, મુસ્લિમોને સારા બતાવે” શાહરુખ ખાનની ફિલ્મ પર બોલ્યા અન્નુ કપૂર

‘ચક દે! ઈન્ડિયા’ ફિલ્મને ભારતમાં ખૂબ જ લોકચાહના મળી હતી. આ ફિલ્મની પ્રસંશા માત્ર લોકો દ્વારા જ નહિ પરંતુ ક્રિટિક્સ દ્વારા પણ કરવામાં આવી હતી. શાહરૂખ ખાનની સાથે સપોર્ટિંગ કાસ્ટના પણ ખૂબ વખાણ થયા હતા. વર્ષ 2007માં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારી આ ફિલ્મને લઈને વર્ષો બાદ હવે વિવાદ ઊભો થયો છે. દિગ્ગજ ફિલ્મ અભિનેતા અન્નુ કપૂર તાજેતરમાં શાહરૂખ ખાનની ફિલ્મ ‘ચક દે! ઈન્ડિયા’ પર ટિપ્પણી કર્યા બાદ વિવાદ સર્જાયો છે.

શું ટિપ્પણી કરી અન્નુ કપૂરે?
અન્નુ કપૂરે સમાચાર એંજસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘ચક દે! ઈન્ડિયા’નું મુખ્ય પાત્ર પ્રખ્યાત કોચ નેગી સાહેબ પર આધારિત છે, પરંતુ ભારતમાં તેઓ મુસલમાનને એક સારા પાત્ર તરીકે દર્શાવવ માંગે છે અને પંડિત (હિંદુ પાદરી)ની મજાક ઉડાવવા માંગે છે. આ જૂની વાત છે, જ્યાં તેઓ આ લેબલ લગાવવા તેઓ ગંગા-જામુની તહઝીબ (હિંદુ-મુસ્લિમ એકતા)ના વિચારનો ઉપયોગ કરે છે.

શું છે આખી સ્ટોરી:
વર્ષ 2007 માં આવેલી ‘ચક દે! ઈન્ડિયા’ ફિલ્મ એ બોલિવૂડ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે, જે શાહરૂખ ખાનના પાત્ર કબીર ખાન પર આધારિત છે. ફિલ્મમાં કબીર ભૂતપૂર્વ ભારતીય પુરૂષ હોકી ખેલાડી છે, જેના પર પાકિસ્તાન સામેની મહત્વપૂર્ણ મેચ હાર્યા બાદ પોતાના દેશ સાથે દગો કરવાનો આરોપ છે. પોતાની પ્રતિષ્ઠા માટે, તે ભારતીય મહિલા હોકી ટીમનો કોચ બને છે કે જે સંઘર્ષ કરી રહી છે અને તેને ગંભીરતાથી લેવામાં આવતી નથી. આ ફિલ્મ બતાવે છે કે તે મહિલા ટીમને શ્રેષ્ઠ બનાવે છે, જેના કારણે નિષ્ફળ ટીમ ચેમ્પિયન બનીને ભારત પરત ફરે છે. આ ફિલ્મ દેશની એકતાનો સંદેશ પણ આપે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button