હાર્દિક પંડયા નહીં અંબાણી પરિવારના આ મહેમાન સાથે અનન્યાની રિલેશનશિપ કન્ફ્રર્મ!

ચંકી પાંડેની દીકરી અનન્યા તેની ફિલ્મોની સાથે સાથે તેની રિલેશનશિપ માટે પણ સમાચારોમાં રહે છે. પહેલા તેનું નામ વિદ્યાબાલનના દિયર અને અભિનેતા આદિત્ય રૉય કપૂર સાથે જોડાયું હતું. આદિત્ય તેનાં કરતા 13 વર્ષ મોટો છે. અનન્યા વિદ્યાની દેરાણી બનવા સુધી ગૉસિપ ચાલતી હતી, પણ પછી બન્ને વચ્ચે બ્રેક અપ થયું હતું.
આ પણ વાંચો : Hardik Pandyaને નહીં પણ આ ફોરેનરને ડેટ કરી રહી છે Ananya Panday, Ambani Family સાથે છે ખાસ કનેક્શન…
ત્યારબાદ અનંત અંબાણીના લગ્નમાં અનન્યા અને હાર્દિક પંડ્યા એકબીજાની નજીક આવ્યાની વોત વહેતી થઈ હતી. બન્નેએ સાથે ડાન્સ કર્યાનો વીડિયો પણ વાયરલ થયો હતો. તે સમયે હાર્દિક અને નતાશાના તણાયેલા સંબંધોની ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને હાર્દિકે નવો પાર્ટનર શોધી લીધાની ખબરોએ ધૂમ મચાવી હતી. જોકે આવું કંઈજ બન્યુ નહીં ને આ લગ્નમાં વધુ એક મહેમાન એવા વૉકર બ્લેન્કો સાથે અનન્યાનું નામ જોડાયું છે. અનન્યા આ હેંડસમ હંકને ડેટ કરતી હોવાની ખબરો થોડા દિવસોથી ઉડતી થઈ છે. વૉકર અંબાણી પરિવારથી ખૂબ નજીક છે અને જામનગર ખાતે અનંતના વનતારા પાર્ક સાથે જોડાયેલો છે.
આ પણ વાંચો : Hardik Pandya-Ananya Pandayની લવસ્ટોરીનું The End? જાણો કોણે કર્યો આવો ખુલાસો…
અનન્યાની પહેલી ઓટીટી સિરિઝ Call me Bae રીલિઝ થઈ છે ત્યારે વૉકરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પૉસ્ટ મૂકી છે. આ પૉસ્ટ વાયરલ થઈ છે અને લોકો બન્નેની રિલેશનશિપ કન્ફર્મ હોવાનું કહી રહ્યા છે. વૉકરે અનન્યાની સિરિઝનું પૉસ્ટર શરે કરી લખ્યું છે. Hayy Baeee. તેનું આ સ્વીટ જેસ્ચર નેટિઝન્સને ગમી રહ્યું છે. હવે જોઈએ આ માત્ર મિત્રતા છે કે વાત કંઈક આગળ પણ વધી છે.