10-10 Vadapav ખાધા બાદ પણ નથી વધતું Ankita Lokhandeનું વજન, આ છે Secrete…
હેડિંગ વાંચીને તમે પણ આશ્ચર્યચકિત થઈ ગયા ને કે ભાઈ આ તો કઈ રીતે પોસિબલ છે? અહીંયા તો એક વડાપાવ ખાવું હોય તો પણ સાલું કેલેરી, વજન અને ડાયેટનો કેટલો વિચાર કરવો પડે છે તો એક્ટ્રેસ થઈને 10 10 વડાપાવ ખાવા અને પાછું ફિગર પણ મેઈન્ટેન રાખવું શક્ય જ નથી… પણ બોસ આ હકીકત છે અને ખુદ એક્ટ્રેસે આ વાતનો ખુલાસો કર્યો છે અને આ પાછળનું સિક્રેટ પણ તેણે જણાવ્યું છે. આવો જોઈએ કોણ છે આ એક્ટ્રેસ અને શું છે આવું થવાનું સિક્રેટ.
આ એક્ટ્રેસ છે ટેલિવિઝનની સંસ્કારી બહુ તરીકે ઓળખાતી Ankita Lokhnade. જી હા, અંકિતા લોખંડેએ ખુદ ખુલાસો કર્યો હતો કે તે એક સાથે પાંચથી દસ વડાપાવ ખાઈ જાય છે અને તેમ છતાં તે પોતાના ફિગર અને વજન બંનેને કન્ટ્રોલમાં રાખે છે. આવો જોઈએ કઈ રીતે…
અંકિતાએ કહ્યું હતું કે હું એકદમ ફૂડી છું અને એક જ દિવસમાં પાંચ દસ વડાપાવ ખાઈ જાય છું, પણ એ પછી હું તરત જ મારી ફિટનેસ પર ધ્યાન આપું છું જેથી વજન કન્ટ્રોલમાં રહે છે.
એક ઈન્ટરવ્યુમાં અંકિતાએ પોતાની ફિટનેસનું સિક્રેટ રીવિલ કરતાં જણાવ્યું હતું કે હું સવારે 3.30 વાગ્યે ઊઠી જાઉં છું અને મેડિટેશનથી મારા દિવસની શરુઆત થાય છે ત્યાર બાદ હું 5.30થી 7.30 સુધી યોગ કરું છું અને પછી ઘરે આવીને સૂઈ જાઉં છું. પછી મારી સવાર થાય છે 11 વાગ્યે. મારી ફૂડ સાઈકલ સવારે 11થી સાંજે 7 વાગ્યા સુધીની છે.
બ્રેકફાસ્ટ કર્યા પછી હું દર બે કલાકે કંઈને કંઈ ખાતી રહું છું. હું આખા દિવસમાં પાંચ મીલ ખાઉં છું. રાતે નવ કે સાડાનવ વાગ્યે તો હું સૂઈ જાઉં છું, જેથી બીજા દિવસે ફરી આ જ રૂટિનને ફોલો કરી શકાય. આખા દિવસમાં અંકિતા ડાયેટિશિયન દ્વારા જણાવવામાં આવેલી તમામ વસ્તુનું સેવન કરે છે જેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટિન, ફાઈબર અને મિનરલ્સનો સમાવેશ થાય છે. આ સિવાય અંકિતા દિવસની શરુઆતમાં એક ગ્લાસ ગરમ પાણી પણ પીવે છે.
અંકિતાએ જણાવ્યું હતું કે કોઈ પણ વસ્તુને છોડી દેવું ખૂબ જ અઘરૂ હોય છે, એટલે તે જરૂરિયાત અનુસાર દરેક વસ્તુને પોતાના ડાયેટમાં સમાવે છે, તો આ છે અંકિતાના ફિટ અને ફાઈન ફિગરનું સિક્રેટ..
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ અંકિતા લોખંડેએ સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ-17માં ભાગ લીધો હતો પરંતુ તે ટોપ 2ની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. આ ઉપરાંત તે ટૂંક સમયમાં જ રણદીપ હુડ્ડા સાથે ફિલ્મ સાવરકરમાં સ્ક્રીન શેર કરતી જોવા મળશે.