મનોરંજન

Happy Birthday: એક્ટિંગની દુનિયામાં આવી તો નિક નેમને જ ઓળખ બનાવી લીધી

ટીવીની દુનિયાથી શરૂ કરનારા ઘણા કલાકારો ફિલ્મોમાં પણ સારી નામના મેળવે છે. વર્ષો પહેલા આવતી સિરિયલ પવિત્ર રિશ્તાના બે મુખ્ય કલાકારો સુશાંતસિંહ રાજપૂત અને અંકિતા લોખંડે આનું ઉદાહરણ છે. કમનસીબે સુશાંત આપણી વચ્ચે રહ્યો નથી. અંકિતા જીવનમાં આગળ વધી ગઈ છે અને હાલમાં બિગ બૉસમાં પતિ સાથે ભાગ લઈ રહી છે. આજે તેનો જન્મદિવસ છે અને તે બિગ બૉસના ઘરમાં જ ઉજવશે.

અભિનેત્રી અંકિતા લોખંડે આજે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહી છે. આ વખતે અભિનેત્રી બિગ બોસના ઘરમાં જ પતિ વિકી જૈન સાથે પોતાનો જન્મદિવસ ઉજવતી જોવા મળશે.અભિનેત્રી ઘણા શાનદાર ટીવી શો અને ફિલ્મોમાં જોવા મળી છે. એકતા કપૂરના શો પવિત્ર રિશ્તાથી અંકિતા ઘર-ઘરમાં જાણીતી બની ગઈ હતી.


આ સિરિયલ દરમિયાન તેના સંબંધો સુશાંત સાથે જોડાયા અને બન્ને જલદીથી પરણી જશે તેમ લાગતું હતું, પરંતુ સુશાંત ફિલ્મોમાં ગયો અને તે બાદ તેનું નામ અન્ય અભિનેત્રીઓ સાથે જોડાયું અને અંકિતા સાથે બ્રેક અપ કરી લીધું. જોકે કમનસીબે સુશાંતનું રહસ્યમય મૃત્યુ થયું. અંકિતા પણ ફિલ્મોમાં કામ કરતી થઈ અને બિઝનેસમેન વિકી જૈન સાથે તેના લગ્ન થયા. હાલમાં બિગ બૉસમાં બન્ને સાથે ભાગ લઈ રહ્યા છે અને તેમનાં સંબંધો વિશે ચર્ચા ચાલી રહી છે, પરંતુ આ શૉના પ્રમોશનનો એક ભાગ પણ હોઈ શકે તેમ લોકોનું માનવાનું છે.

ટીવીની આ સંસ્કારી પુત્રવધૂ અંકિતા ઈન્દોરની છે. અભિનેત્રીએ ઈન્દોરથી કોલેજનો અભ્યાસ કર્યો હતો. અંકિતાને લોકો અર્ચનાના નામથી વધુ ઓળખે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે અભિનેત્રીનું અસલી નામ અંકિતા નહીં પરંતુ તનુજા લોખંડે છે. અંકિતા તેનુ ઘરનું હુલામણું નામ છે. પણ તેને શું થયું કે તેણે ટીવી પર પોતાની ઓળખાણ આ નામથી જ કરવાનું પસંદ કર્યું.

અંકિતાનો પહેલો શો પવિત્ર રિશ્તા નહોતો. ઈન્દોરમાં ઝી સિનેસ્ટારની શોધ દ્વારા અભિનેત્રીની પસંદગી કરવામાં આવી હતી. અંકિતાને એક્ટિંગનો મોકો મળ્યો અને તે ઈન્દોરથી દૂર મુંબઈ આવી ગઈ. તેનો પહેલો શૉ બાલી ઉંમર કો સલામ ક્યારેય ટેલિકાસ્ટ જ ન થયો.


વર્ષ 2009માં અંકિતાને પવિત્ર રિશ્તામાં પહેલો મોટો બ્રેક મળ્યો. આ શોએ અંકિતાને રાતોરાત નામ અને ખ્યાતિ આપી. અને અહીંથી જ તેની કારકિર્દીની સફળ શરૂઆત થઈ. જે પછી તેણે કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકાથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી. તે બાગી-1માં પણ જોવા મળી હતી. જોકે હજુ તેનું ફિલ્મી કરિયર ડામાડોળ જ છે, પણ સોશિયલ મીડિયા દ્વારા ચર્ચામાં રહેતી હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો