અંકિતા લોખંડેને ટક્કર આપે છે તેની જ બહેન, જોઈ લો તેના ગ્લેમરસ લૂકને…

અંકિતા લોખંડે ટીવી જગતનો જાણીતો ચહેરો છે, પરંતુ આજે અમે તમને તેની પિતરાઈ બહેન આશિતા સાહુનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. તમે તેને ઘણી વાર અભિનેત્રી સાથે પાર્ટી કરતા અને તહેવારોની ઉજવણી કરતા જોઈ હશે, પરંતુ તમે જાણો છો કે આશિતા ગ્લેમરની દુનિયામાં વિશેષ જાણીતી છે.

વાસ્તવમાં આશિતા સાહુ અંકિતા લોખંડેની સગી બહેન નથી, પરંતુ તેની પિતરાઈ બહેન છે, જે અભિનયમાં નહીં પરંતુ મોડલિંગની દુનિયામાં પોતાનું નામ કરી રહી છે. તાજેતરમાં આશિતાએ બોમ્બે ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું હતું.

અંકિતાએ આનો એક વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને આશિતાના ખૂબ વખાણ કર્યા હતા. ત્યારથી તે ચર્ચામાં છે. ભલે આશિતા અંકિતાની પિતરાઈ બહેન હોય પણ બંને વચ્ચે જોરદાર બોન્ડિંગ છે, જે અનેક વખત સાથે પણ જોવા મળે છે.
આશિતા સાહુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. જ્યાં તે દરરોજ તેના ચાહકો સાથે તેના શોના ફોટા શેર કરતી રહે છે. આ તસવીરોમાં આશિતા ખૂબ જ સુંદર લાગે છે. તે હોટનેસમાં માત્ર અંકિતાને જ નહીં પરંતુ ઘણા મોટા સ્ટાર્સને પણ ટક્કર આપે છે. આશિતા સુપરમોડેલ બનવા માંગે છે, જ્યારે તે મોડલિંગમાં આવી ત્યારે અંકિતાએ તેના માટે એક ખાસ પોસ્ટ પણ શેર કરી હતી.

અંકિતા લોખંડે વિશે વાત કરીએ તો અભિનેત્રી હાલમાં રસોઈ રિયાલિટી શો ‘લાફ્ટર શેફ્સ’માં જોવા મળી રહી છે. જેમાં તેનો પતિ વિક્કી જૈન પણ તેની સાથે રસોઈ બનાવે છે.
આપણ વાંચો : અભિનેત્રી શાંતિ પ્રિયાનો નવો બોલ્ડ લુક, છે ને બ્યુટીફૂલ?