એક્ટ્રેસે બાથટબમાં પતિ સાથે કરાવ્યું રોમેન્ટિક ફોટોશૂટ અને…
ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસ ભલે પ્રોફેશનલ લાઈફમાં એક્ટિવ ના હોય પણ તેમ છતાં તે ફેન્સ સાથે કઈ રીતે કનેક્ટ રહેવું એ તેઓ ખૂબ જ સારી રીતે જાણે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેઓ સતત કંઈકને કંઈક પોસ્ટ કરીને ફેન્સ સાથે એક્ટિવ રહેવાનું પસંદ કરે છે. એક્ટ્રેસ અંકિતા લોખંડે પણ આવી જ એક્ટ્રેસ છે અને હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના બાથટબમાં કરાવેલા લેટેસ્ટ ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. પતિ વિક્કી જૈન સાથે અંકિતાએ એક રોમેન્ટિક ફોટો શૂટ કરાવ્યું છે. અંકિતા એકદમ બોલ્ડ લાગી રહી છે. ફેન્સ અંકિતાના આ ફોટો પરથી નજર હટાવી શક્યા નથી. ચાલો જોઈએ, શું ખાસ છે આ ફોટોશૂટમાં…
આ પણ વાંચો : બોલિવૂડમાં ડેબ્યુ કરતા જ હિટ થઇ ગઇ અનુષ્કા શર્માની બહેન
અંકિતા લોખંડે પોતાના ઓફિશિયસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટોશૂટના ફોટો શેર કર્યા છે, જેમાં બંનેની જોડી એકદમ દમદાર લાગી રહી છે. અંકિતાએ બ્લેક કલરનો આઉટફિટ પહેર્યો છે અને નેચરલ મેકઅપ લૂક પસંદ કર્યો છે. હેરસ્ટાઈલમાં તેણે પોનીટેલ બનાવ્યું છે. એસેસરીઝની વાત કરીએ કો તેણે સ્ટડ ઈયરરિંગ્સ પહેર્યા છે. બ્લેક હિલ્સની સાથે તેણે પોતાના લૂકને કમ્પલિટ કર્યા છે. જ્યારે વિકી જૈને સફેદ ટી-શર્ટ, મેચિંગ બ્લેઝર અને ટ્રાઉઝરમાં હેન્ડસમ દેખાઈ રહ્યો છે.
વીડિયોમાં બંને જણ એકબીજાને ગળે મળતા અને કેમેરાને પોઝ આપી રહ્યા છે. ક્લિપમાં અંકિતા આગળ બાથટબમાં પોઝ આપી રહી છે. આ વીડિયોની કેપ્શનમાં લખ્યું છે કે અમે અમારું મિડલ નેમ હોટ એન્ડ સેસી રાખ્યું છે.
આ ફોટો પર કમેન્ટ કરતાં એક ફેને લખ્યું છે કે આ સૌથી હોટ જોડી છે અને બીજા એક યુઝરે લખ્યું છે કે આ હોટ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકિતા લોખંડે 14મી ડિસેમ્બર, 2021ના મુંબઈમાં લગ્ન બિઝનેસ વિક્કી જૈન સાથે લગ્ન કરી લીધા હતા. અંકિતાએ 2009માં પવિત્ર રિશ્તામાં અર્ચનાની ભૂમિકા નિભાવી હતી અને આ સિરીયલે જ અંકિતાના કરિયરને ઉંચાઈ પર લઈ જવાનું કામ કર્યું હતું. હાલમાં અંકિતા અને વિકી બંને કલર્સ ટીવી પરના લાફ્ટર શેફમાં જોવા મળી રહ્યા છે.