અંકિતા અને વિકી વચ્ચે નેશનલ ટીવી પર ફરી એકવાર થઈ ડિવોર્સની વાત….
મુંબઈ: અંકિતા લોખંડેએ તેના પતિ વિકી જૈન સાથે બિગ બોસ 17ના ઘરમાં આવી ત્યારે કહ્યું હતું કે તે તેના પતિ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માંગે છે. તેને એમ હતું કે બિગ બોસના ઘરમાં જવાથી તેનો અને વિકીનો સંબંધ વધુ મજબૂત બનશે. પરંતુ જ્યારથી આ કપલ રિયાલિટી શોમાં આવ્યું છે ત્યારથી તેમની વચ્ચે દરરોજ કોઈને કોઈ બાબતે ઝઘડા થતા જોવા મળે છે. અંકિતા લોખંડે અને વિકી જૈન ઘણીવાર લડતા જોવા મળે છે. હવે ફરી એકવાર આ યુગલ વચ્ચે જોરદાર ઝઘડા જોવા મળી રહ્યા છે. આ બંને વચ્ચે થયેલી જોરદાર ચર્ચામાં બંનેએ એકબીજા પર કેટલીક ગંભીર ટિપ્પણીઓ કરી હતી. અને આ બંને વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે નેશનલ ટીવી પર ડિવોર્સની જાહેરાત કરવાની પણ વાત કરી હતી.
આ બધું ત્યારે થયું જ્યારે વિકીએ મન્નારાના કપડા પર કમેન્ટ પાસ કરી હતી અને કહ્યું હતું કે મન્નારા તને આ આઉટફીટ ઘણા સારા લાગે છે. ત્યારબાદ અંકિતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. અને તેને ઈશાને કહ્યું કે મન્નારા આ બધું જાણી જોઈને કરે છે.
પતિની આ બાબતથી અંકિતા ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. વિકી પણ પહેલા તેને સમજાવી રહ્યો હતો પરંતુ અંકિતા તેની વાત સમજવા તૈયાર ના થઈ એટલે વિકીએ ગુસ્સામાં કહ્યું કે આપણે બંને એડલ્ટ છીએ અને તારો જે બિહાવ અત્યારે છે એ બધા જોઈ રહ્યા છે અને તેના કારણે મારા ફ્રેન્ડ સર્કલ પર પણ ઈમ્પેક્ટ થઈ રહ્યો છે અને આપણે બહાર જઈશું ત્યારે લોકો આપણા વિશે વાતો પણ કરશે. તું પણ બદલાઈ ગઈ છે અને મારું માન પણ સાચવતી નથી. વિકીએ ત્યાં સુધી કહી દીધું કે તને ખબર જ નથી હોતી કે તારે શું બોલવું અને કેટલું બોલવું. જો કે અંકિતા પોતાની સફાઈ આપતા કહે છે કે હું મજાક કરતી હતી.
આ બધી ઘટનાઓ વચ્ચે વિકી ગુસ્સામાં કહે છે આજે નેશનલ ટીવી પર જ ડિવોર્સની જાહેરાત કરી દઈએ. અંકિતાએ કહ્યું કે જો તમને આટલી બધી સમસ્યાઓ છે મારાતી તો પછી મારી સાથે કેમ છો?
નોંધનીય છે કે અંકિતા લોખંડેએ તેના બિઝનેસમેન બોયફ્રેન્ડ વિકી જૈન સાથે 2021માં લગ્ન કર્યા હતા. જે બાદ બંનેએ એક સાથે ડાન્સ રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો અને હવે ઓક્ટોબરમાં એકસાથે બિગ બોસ 17ના ઘરમાં પ્રવેશ કર્યો હતો. અને જ્યારથી આ કપલ આવ્યું છે ત્યારથી ફક્ત ઝઘડા જ કરી રહ્યું છે. અને અગાઉ પણ આ જ રીતે અંકિતાએ ચાલુ શોમાં ડિવોર્સની વાત કરી હતી.