જ્યારે અંબાણી પરિવારની વહુરાણી પર ભારે પડી આ મહિલા, રાધિકા મર્ચન્ટ સાથે છે ખાસ કનેક્શન…
મનોરંજન

જ્યારે અંબાણી પરિવારની વહુરાણી પર ભારે પડી આ મહિલા, રાધિકા મર્ચન્ટ સાથે છે ખાસ કનેક્શન…

અંબાણી પરિવારનું મહિલા મંડળ પોતાના લૂક અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવેતું રહે છે. પરંતુ ક્યારેય એવું વિચાર્યું છે ખરું અંબાણી પરિવારના ફંક્શનમાં કોઈ અંબાણી પરિવારના સભ્યો કરતાં વધારે ચર્ચાનું કારણ બન્યું હોય? વાંચવામાં થોડું વિચિત્ર લાગે, પણ હકીકતમાં એવું થયું છે અને એ પણ રાધિકા મર્ચન્ટના સંગીતમાં. રાધિકા મર્ચન્ટના સંગીતમાં રાધિકાની બહેન અંજલિ મર્ચન્ટે પોતાના લૂકથી લાઈમલાઈટ ચોરી લીધી હતી. ચાલો જોઈએ શું ખાસ હતું અંજલિના લૂકમાં…

અંબાણી પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ હંમેશા પોતાના લૂકથી લાઈમલાઈટ ચોરી લેતી હોય છે. અંજલિ મર્ચન્ટે બહેન રાધિકા મર્ચન્ટના લગ્નમાં સુંદર ચમકીલો લહેંગો પહેરીને બહેન રાધિકા મર્ચન્ટના સંગીતમાં લાઈમલાઈટ લૂંટી લીધી હતી. જોકે, અંજલિએ બહેન રાધિકા અને મમ્મી શૈલા મર્ચન્ટના લહેંગા લૂકને પણ ઝાંખો પાડી દીધો હતો.

રાધિકાના સંગીતમાં અંજલી મર્ચન્ટે જાણીતા ડિઝાઈનર મનિષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલો લહેંગો પહેર્યો હતો. આ આઉટફિટ પર મિરર વર્ક કરવામાં આવ્યું હતું અને આ લૂકમાં અંજલી ખૂબ જ અટ્રેક્ટિવ અને સુંદર લાગી રહી હતી. અંજલીએ આ સુંદર લહેંગા સાથે પીચ કલરનો મિરર વર્કવાળો બ્લાઉઝ સ્ટાઈલ કર્યો હતો અને આ આઉટફિટમાં અંજલી ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આ સુંદર આઉટફિટની સાથે અંજલી મર્ચન્ટે પન્ના અને હીરાના હાર સાથે ચોકર સ્ટાઈલનો હાર પણ પહેર્યો હતો. આ હાર સાથે તેણે ડિઝાઈનર ઈયરરિંગ્સ પેયર કર્યા હતા. અંજલી મર્ચન્ટનો આ લૂક બહેન રાધિકા મર્ચન્ટના લૂક પર ભારે પડી રહ્યો છે. નાની બહેનના સંગીતમાં જ મોટી બહેને ગોર્જિયસ લૂક કેરી કરીને તેને ઝાંખી પાડી દીધી હતી, એવું કહીએ તો તેમાં કંઈ થોટું નહીં ગણાય.

અંજલિ મર્ચન્ટના આ ગોર્જિસ લૂકના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, તમે પણ આ વાઈરલ લૂક ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button