માફ કરજો મિત્રો હું વિદાય લઈ રહી છું… જાણીતી એક્ટ્રેસે પોસ્ટ કરતાં ખળભળાટ

હેડિંગ વાંચીને તમે કંઈ ભલતુસલતુ વિચારો એ પહેલાં તમને જણાવી દઈએ કે અહીં વાત થઈ રહી છે જાણીતી ટીવી એક્ટ્રેસ અનિતા હસનંદાનીની. અનિતા ટીવી ઈન્ડસ્ટ્રીની ખૂબ જ જાણીતું નામ છે, પણ તેણે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ફેન્સને ચોંકાવી દીધા છે. અનિતાની લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તે વિદાય લેવાની વાત કરી રહી છે. ચાલો તમને આ પોસ્ટ પાછળની આખી સ્ટોરી જણાવીએ-
અનિતા હસનંદાનીએ પોતાની લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં સોશિયલ મીડિયા પરથી વિદાય લેવાની વાત કહી છે. ટીવી સિરીયલ યે હૈ મહોબ્બતેંમાં શગુનનો રોલ કરીને એક્ટ્રેસને નેમ અને ફેમ મળ્યા હતા. એક્ટ્રેસે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે તે પરેશાન છે અને એટલે જ તે સોશિયલ મીડિયાથી દૂર જઈ રહી છે.
આપણ વાંચો: આ જાણીતી ટીવી એક્ટ્રેસનું નામ એડલ્ટ સાઈટ પર થયું પોપ અને… શેર કર્યો ડરામણો અનુભવ…
જોકે, અનિતાએ પોતાના આ નિર્ણય પાછળનું કારણ તો નથી જણાવ્યું. પણ ઈન્સ્ટાગ્રામ પર તેણે પોસ્ટ કરતાં લખ્યું હતું કે માફ કરજો મિત્રો, વિદા લઈ રહી છું… લાંબા સમયથી અહીં ખૂબ જ ઘોંઘાટ હતો, પણ હવે પોતાની જાતને ફરી સાંભળવાનો સમય આવી ગયો છે. આ સિવાય એક્ટ્રેસે એક સ્ટોરી પણ પોસ્ટ કરી છે જેમાં તેણે ખૂબ જ ત્રાસી ગઈ હોવાનું જણાવ્યું હતું.
આપણ વાંચો: 41 વર્ષે બીજી વખત પ્રેગ્નન્ટ છે આ જાણીતી ટીવી એક્ટ્રેસ, બેબી બંપ ફ્લોન્ટ કરીને કહ્યું…
એક્ટ્રેસે અચાનક કરેલી આ પોસ્ટને કારણે ફેન્સ પણ ચોંકી ઉઠ્યા છે અને તેઓ તેના પર કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો તેને આખરે એવું તે શું થયું કે જેને કારણે તમે દુઃખી છો એવું પૂછી રહ્યા છે તો કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે શું બધું ઠીકઠાક છે?
અત્રે ઉલ્લેથનીય છે કે અનિતાની આ પોસ્ટ બરાબર એવા સમયે સામે આવી છે, જ્યારે એવા રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે કે અનિતા કોઈ રિયાલિટી ટીવી શોમાં ભાગ લઈ રહી છે. એક્ટ્રેસ લાંબા સમય બાદ આ શોથી કમબેક કરી રહી હોવાનું કહેવાઈ રહ્યું છે. જોઈએ હવે આ રિપોર્ટ્સમાં કેટલી સચ્ચાઈ છે અને અનિતા કેટલા સમય સુધી પોતાની જાતને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી દૂર રાખી શકે છે…