નવી આવેલી સૈયારા ગર્લએ કિયારા અડવાણીને માર્યો ધક્કો, કે દીપિકાની જેમ કિયારાએ પણ…

એક તરફ બોલીવૂડ વિમેન એમ્પાવરમેન્ટની બહુ મોટી મોટી વાત કરતું હોય છે, પરંતુ વાસ્તવમાં અહીં હીરોઈન જ્યારે રૂપકડી અને નાજૂકડી હોય ત્યારે જ બધાને તેનામાં રસ પડે છે. એકવાર તે પરણી જાય અને માતા બની જાય પછી તેનાં પર કરોડો ખર્ચવાનું નિર્માતાઓને ગમતું નથી.
થોડા સમય પહેલા દીપિકા પદુકોણ સંદીપ વાંગા વચ્ચે આ મામલે દલીલબાજી થઈ હતી, જેમાં દીપિકાએ તેની ફિલ્મમાં કામ કરવા માટે 8 કલાકની શિફ્ટ માગી હતી. દીપિકાએ પોતાનું મધરહૂડ કંઈક વધારે જ સિરિયસલી લઈ લીધું હોવાની કોમેન્ટ્સ પણ થતી રહી છે. ત્યારે હવે તાજેતરમાં જ મા બનેલી કિયારા અડવાણી સાથે પણ આવું જ કંઈક થયાની વાતો વહેતી થઈ છે અને તેમાં સૈયારા ફિલ્મથી ધમાકો મચાવનારી અભિનેત્રી અનીત પડ્ડાનું નામ પણ ધસડાયું છે.
આ પણ વાંચો: અનીત પડ્ડા તો બાથરૂમ સિંગર નીકળીઃ ઈન્સ્ટા પર સૈયારા સૉંગનો વીડિયો પોસ્ટ કરી ભૂલ કરી નાખી
આ આખો મામલો દિનેશ વિજનની મેડડોક ફિલ્મ્સ સાથે જોડાયેલો છે. વાસ્તવમાં તેમની હોરર-કોમેડી ફિલ્મની સિરિઝમાં એક વધુ ફિલ્મ એડ થઈ રહી છે. આ ફિલ્મનું નામ શક્તિ શાલિની છે, જે અગાઉ કિયારા અડવાણીએ સાઈન કરી હતી, પંરતુ હવે આ ફિલ્મમાં અનીત પડ્ડાને લેવામાં આવી હોવાની અટકળોએ જોર પક્ડયુ છે.
અનીત મેડડોકના મુંબઈના ઓફિસમાં આટા મારતી નજર આવી છે. દિનેશ વિજન સૈયારાગર્લથી ઘણા ઈન્સ્પાયર થયા છે અને પોતાની ફિલ્મમાં આ ફ્રેશ ચહેરો લેવા માગે છે, તેમ જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: અનીત પડ્ડાની લિંક્ડઈન પ્રોફાઈલ કેમ થઈ રહી છે વાયરલ? Saiyaara girlનું ક્યું રાઝ ખૂલી ગયું?
જોકે આ બધી અટકળો વચ્ચે મેડડોકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું છે કે શક્તિ શાલિનીના કાસ્ટિંગ મામલે ઘણી વાતો બહાર આવી રહી છે, પરંતુ આના પર વિશ્વાસ ન કરવો અને ઓફિશિયલ અનાઉન્સમેન્ટ પર જ ધ્યાન આપવું. મેડડોકએ સ્ત્રી ફિલ્મની બે સિરિઝ બનાવી કોમેડી-હોરર નામનું એક નવું જ ઝોનર તૈયાર કર્યું છે. હવે શક્તિ શાલિની પણ આ જ ઝોનરની ફિલ્મ હોવાનું જાણવા મળ્યું છે.
હવે ખબર નથી કે ખરી વાત શું છે, પણ ઈન્ડસ્ટ્રીમાં જે બને છે તે જોતા અનીત પડ્ડા કિયારાને રિપ્લેસ કરે તો કંઈ નવાઈ નથી.