સીઈઓ અને એચઆરનો વાઈરલ વીડિયોઃ પહેલાં નોકરી અને હવે પત્નીએ પણ છોડ્યો સાથ?

હાલમાં સોશિયલ મીડિયા પર કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન વાઈરલ થઈ રહેલાં કંપનીના સીઈઓ અને એચઆર હેડના વીડિયોની જ ચર્ચા જોવા મળી રહી છે. કંપનીના સીઈઓ એન્ડી બાયરનની મુશ્કેલીઓ કંઈ ઘટવાનું નામ નથી લઈ રહી. પહેલાં નોકરી અને હવે પત્નીએ પણ એન્ડીનો સાથ છોડી દીધો છે. આવો જોઈએ શું છે આખો મામલો-
બોસ્ટનમાં થયેલાં કોલ્ડપ્લે કોન્સર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં ડેટા સોફ્ટવેર સ્ટાર્ટઅપ એસ્ટ્રોનોમરના સીઈઓ એન્ડી બાયરને આખી લાઈમલાઈટ ચોરી લીધી છે. કોન્સર્ટ દરમિયાન કિસ કેમે એન્ડી બાયરનની ઉપર ઝૂમ ઈન કર્યું ત્યારે તેઓ પોતાની કલીગ ક્રિસ્ટિન કેબટ સાથે કડલ કરતાં જોવા મળ્યા હતા. જેવો બંનેને ખ્યાલ આવ્યો કે તેઓ કેમેરા પર લાઈવ છે તો એન્ડીએ ક્રિસ્ટિનનો હાથ છોડી દીધો હતો અને ક્રિસ્ટિન પણ મોઢું છુપાવવા લાગી હતી.
કિસ કેમે પર બંનેને જોઈને કોલ્ડપ્લેના લીડ સિંગર ક્રિસ માર્ટિને કહ્યું હતું કે કાં તો બંને ખૂબ જ શરમાળ છે કાં તો બંનેનું અફેયર ચાલી રહ્યું છે. ઈન્ટરનેટ પર આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ ઘટના બાદ એન્ડીએ સીઈઓના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને હવે તેમની પત્ની મેઘન કેરિગને સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોતાના નામ પાછળથી પતિનું નામ હટાવી દીધું છે. જોકે, પાછળથી મેઘને પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરી દીધા છે.
એન્ડી બાયરન પરિણીત છે અને તેમને બે બાળકો છે. હવે સોશિયલ મીડિયા પર કલિગ સાથેનો વીડિયો વાઈરલ થતાં તેમની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફમાં પણ ડખ્ખા થઈ ગયા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…
આ પણ વાંચો…કોલ્ડપ્લે કન્સર્ટ વિવાદ: CEO ના વાયરલ વીડિયોથી ટેક કંપનીમાં રાજીનામું…