અનન્યા પાંડેએ બ્રેક-અપ અને રિલેશનશિપ અંગે કરી મહત્ત્વની વાત…
અનન્યા પાંડે જ્યારથી એક્ટર બની છે ત્યારથી તેના રોમેન્ટિક સંબંધોની ચર્ચા થતી રહે છે. જોકે અનન્યાએ ક્યારેય તેના સંબંધો વિશે ખૂલીને વાત કરી નથી, પરંતુ ચાહકો તે કોને ડેટ કરી રહી છે તે જાણવા ઉત્સુક હોય છે. તાજેતરમાં અનન્યા પાંડેએ બ્રેક અપ સહિત રિલેશનમાં રહ્યા પછી કેવી અપેક્ષા રાખે છે એના અંગે સ્પષ્ટતા કરી હતી.
એક ઇન્ટરવ્યૂમાં અનન્યા પાંડેએ કહ્યું હતું કે તે રિલેશનમાં સંપૂર્ણ ઓતપ્રોત થવાનું પસંદ કરે છે અને તેણે પોતાને બદલવાનું પણ સ્વીકાર્યું, જેથી તે કામ કરી શકે. તેણે કહ્યું હતું કે છોકરાઓ છોકરીઓની લોકપ્રિયતાને પચાવી શકતા નથી. તેના સંબંધો તૂટવાનું આ પણ એક મોટું કારણ હતું.
આ પણ વાંચો: સ્કૂલના દિવસોને યાદ કરીને અનન્યા પાંડેએ કરી ચોંકાવનારી વાતો…
અનન્યાએ વધુમાં કહ્યું કે, હું લોકોમાં શ્રેષ્ઠ જોઉં છું અને મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરું છું. હું સંબંધોમાં મારું સર્વસ્વ જ આપું છું પણ સામે મારા પાર્ટનર પાસેથી પણ એવી જ અપેક્ષા રાખું છું. અધૂરા મનથી કોઈ કામ નથી થતું. જો તમે કોઈની સાથે રિલેશનમાં છો, તો તમારે વફાદારી અને સન્માન પણ રાખવું પડશે.
અનન્યાએ એ વાત પર પણ ભાર મૂક્યો કે રોમાન્ટિક પાર્ટનર માટે મિત્ર બનવું પણ જરૂરી છે, તેઓએ એકબીજાને જજ કરતા ન ડરવું જોઈએ. અનન્યાએ કહ્યું કે ભૂતકાળમાં એણે એવા કિસ્સાઓ જોયા છે જ્યાં તેમના જીવનસાથી માટે પોતાની જાતને બદલી હોય.
આ પણ વાંચો: Shocking: OMG, બ્રેકઅપ બાદ એક્સના ફોટો સાથે અનન્યા પાંડે કરે છે આ કામ…
શું તેણે ક્યારેય કોઈ સંબંધમાં સમાધાન કર્યું છે, તેના જવાબમાં અનન્યાએ કહ્યું, ‘આપણે બધા થોડું થોડું સમાધાન કરીએ છીએ. હું એવા સંબંધમાં રહી છું, જ્યાં મેં મારી જાતને ઘણી બદલી હોય.’