સ્કૂલના દિવસોને યાદ કરીને અનન્યા પાંડેએ કરી ચોંકાવનારી વાતો…
અભિનેત્રી અનન્યા પાંડેએ જ્યારથી બોલીવુડમાં એન્ટ્રી કરી છે ત્યારથી ટ્રોલ થવાનો સામનો કરી રહી છે. તાજેતરમાં અનન્યા પાંડેએ જણાવ્યું કે જયારે સોશિયલ મીડિયામાં તે ટ્રોલ થાય ત્યારે એના પર ઘણી અસર થાય છે. તેણે કહ્યું કે સ્કૂલમાં ક્લાસમેટ એને ફ્લેટ ચેસ્ટ કહીને ચીડવતા હતા. કરિયરની શરૂઆતમાં તેને થેરેપી લેવાની નોબત આવી હતી.
આ પણ વાંચો : ફિલ્મો, સિરીયલથી દૂર રહીને પણ Rakhi Sawant આજે છે કરોડોની માલિક, અહીંથી થાય છે મોટી કમાણી…
ટ્રોલિંગનો સૌથી ખરાબ અનુભવ એને ક્યારે થયો હતો? એના જવાબમાં અનન્યાએ કહ્યું હતું કે મારા માટે ઘણી વાતો કરવામાં આવતી હતી, તેથી હું કોઈ એક અનુભવની વાત કરી શકું નહીં. પણ મારી કરિયરની શરૂઆતમાં કોઈકે મારું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું અને તેઓ મારી સાથે સ્કૂલમાં હતા અને એનો દાવો કરતા અને મારા ભણતર બાબત ખોટું લખતા. પહેલા મને થતું આની પર કોઈ વિશ્વાસ નહીં કરે પરંતુ લોકોએ વિશ્વાસ કર્યો. ક્યારેક થાય છે સોશિયલ મીડિયા છોડી દઉં.
અનન્યાએ કહ્યું હતું કે જ્યારે પોતે સ્કૂલમાં હતી હતી ત્યારે તેને ફ્લેટ ચેસ્ટ લઈને ચિકન લેગ અને હેયરી કહેતા હતા. અનન્યાએ થેરેપીની પણ વાત કરી હતી. એણે કહ્યું હતું કે મેં ભૂતકાળમાં થેરેપી લીધી છે, હું ઘણી નિરાશ રહેતી હતી. ક્યારેક એવું લાગતું કે તમે અત્યારે કઈ વાંચો અને થોડો સમય પછી તેની ખરાબ અસર થાય.
આ પણ વાંચો : Kapoor Family ના કુળદિપક ની રોકા સેરેમની, બેબો અને લોલો પર ભારી પડી બચ્ચન પરિવારની લાડલી…
અનન્યાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો છેલ્લે તે ‘લાસ્ટ વહ કોલ મી બે’માં જોવા મળી હતી. હાલમાં તે એની બીજી સીઝનમાં કામ કરી રહી છે. ત્યાર બાદ તે અક્ષય કુમાર અને આર માધવન સાથે વકીલ સી. શકરન નાયરની બાયોપિકમાં દેખાશે.