મનોરંજનસ્પોર્ટસ

ફૂલ તુમ્હેં ભેજા હૈ ….. 25 વર્ષીય અભિનેત્રીના પ્રેમમાં ડૂબ્યો હાર્દિક, સંબંધોની પુષ્ટિ કરી!

ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા ફરી એકવાર ડેટિંગના સમાચારોને લઇને ચર્ચામાં છે. હવે તેનું નામ અભિનેત્રી અનન્યા પાંડે સાથે જોડવામાં આવી રહ્યું છે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડ઼ર હાર્દિક પંડ્યાએ તાજેતરમાં જ તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે ડિવોર્સ લેવાની જાહેરાત કરી છે. કપલે છૂટાછેડાના સમાચારની પુષ્ટિ કરીને ચાહકોને મોટો આંચકો આપ્યો હતો. નતાશા સાથેના ડિવોર્સના સમાચારને હજી અઠવાડિયું પણ નથી થયું ત્યાં ખેલાડીને ફરીથી પ્રેમ થઇ ગયો હોય એવું લાગે છે. હાર્દિકનું નામ બોલિવૂડ અભિનેત્રી સાથે જોડાવા લાગ્યું છે. આ અભિનેત્રી બીજી કોઇ નહીં પણ ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે છે.

હાલમાં બંનેના ડેટિંગના સમાચાર આવી રહ્યા છે. બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું શરૂ કર્યું છે.
અનન્યાએ હાલમાં સોશિયલ મીડિયા પર એવી તસવીર શેર કરી છે, જેના પછી એવું માનવામાં આવે છે કે તેણે હાર્દિક સાથેના તેના સંબંધો વિશે સંકેત આપ્યો છે.

અનન્યા સોશિયલ મીડિયા પર અવારનવાર તેના ફોટોઝ અને વીડિયોઝ પોસ્ટ કરીને ફેન્સને માહિતી આપતી હોય છે. હાલમાં તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નવો ફોટો શેર કર્યો છે. ફોટામાં સફેદ ફૂલો દેખાય છે. આને શેર કરતી વખતે, અભિનેત્રીએ કેપ્શન લખ્યું હતું કે – નવું અઠવાડિયું = નવા ફૂલો. અનન્યાએ શેર કરેલો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને લોકોને લાગે છે કે આ ફૂલો હાર્દિક પંડ્યાએ જ અભિનેત્રીને મોકલ્યા છે, નહીં તો ફૂલોનો ફોટો શેક કરવાનું અભિનેત્રીને શું જરૂર છે, પણ આ ફોટો શેર કરીને અનન્યા સંકેત આપવા માગે છે કે તે અને હાર્દિક ડેટ કરી રહ્યા છે.

અનન્યા પાંડે અને હાર્દિક પંડ્યાઈન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરે છે. જે બાદ તેમની ડેટિંગની અફવાઓએ વધુ વેગ પકડ્યો છે. અનન્યા અને હાર્દિકના ડેટિંગની અફવા અનંત-રાધિકાના લગ્ન સમારોહ દરમિયાન શરૂ થઇ હતી. બંને સંગીત સેરેમનીમાં સાથએ ડાન્સ કરતા જોવા મલ્યા હતા. એનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ વીડિયો બાદ લોકોએ હાર્દિકના ડિવોર્સનું કારણ અભિનેત્રી હોવાનું જણાવવાનું શરૂ કરી દીધું હતું.

ડેટિંગના સમાચારની જોકે, હજી સુધી બંનેમાંથી કોઇએ પુષ્ટિ કરી નથી. આ પહેલા અનન્ યા આદિત્ય રોય કપૂરને ડેટ કરતી હતી અને કોફી વીથ કરનના એક શોમાં પોતાને અનન્યા પાંડે કપૂર તરીકે ઓળખાવી હતી, પણ તેમનો આ સંઘ કાશીએ પહોંચે તે પહેલા જ બંને અલગ થઇ ગયા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનન્યા પાંડે છેલ્લે ખો ગયે હમ કહાં ફિલ્મમાં જોવા મળી હતી.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button