મનોરંજન

…તો ચંકી પાંડેના ઘરે બંધાશે લીલા તોરણ અને વિદ્યા બાલન બનશે જેઠાણી

જેમ દેશ આખામાં લગ્નસરાની સિઝન આવી ગઈ છે તેમ બોલીવૂડમાં પણ ઢોલ-શરણાઈ વાગી રહ્યા છે. તાજેતરમાં સન્ની દેઓલના દિકરાના લગ્ન થયા, ત્યારબાદ પરિણિતી ચોપડાએ રાઘવ ચઢ્ઢા સાથે પ્રભુતામાં પગલાં માડ્યા તો આમિર ખાનની દીકરીના લગ્નની તૈયારી ચાલી રહી છે ત્યારે હવે બાંગ્લાદેશના શાહરૂખ ખાન તરીકે ઓળખાતા ચંકી પાંડેના ઘરે પણ લીલા તોરણ બંધાઈ તો નવાઈ નહીં અને આ સાથે અભિનેત્રી વિદ્યાબાલનને બોલીવૂડની જ દેરાણી મળે તેમ પણ બને. જી હા નજરે ચડતી તસવીરો અને વીડિયોનું માનીએ તો અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર વચ્ચે ઈલુ ઈલુ ચાલુ છે અને બન્ને આ લગ્નગ્રંથીથી જોડાઈ તો નવાઈ નહી.

તેમણે હજી સુધી તેમના સંબંધો વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ પ્રેમ છુપાવતા પણ છુપાય નહીં. આ કહેવત તેમને બંધ બેસે છે. અવાર-નવાર આવા વીડિયો સામે આવે છે જેમાં બંને લવબર્ડ એકબીજામાં ખોવાયેલા જોવા મળે છે. હવે ફરી એકવાર બંને એકબીજાની ખૂબ નજીક જોવા મળી રહ્યા છે. અનન્યાએ માત્ર આદિત્યનો હાથ જ નહીં પકડ્યો પણ તેનું માથું તેના ખભા પર રાખ્યું હતું.

આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક રેસ્ટોરન્ટનો જણાવવામાં આવી રહ્યો છે. આદિત્ય કોઈની સાથે વાત કરી રહ્યો છે અને તેની પ્રેમિકા અનન્યા પણ તેની સાથે ઉભી છે.

ચાહકોનું કહેવું છે કે અનન્યા જે રીતે આદિત્યનો હાથ પકડીને તેના ખભા પર માથું રાખી રહી છે તે દર્શાવે છે કે બંને પ્રેમમાં છે. આ વીડિયો કોઈએ છૂપી રીતે શૂટ કર્યો હોય તેમ લાગે છે.


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આદિત્ય ફિલ્મ ‘ગુમરાહ’માં જોવા મળ્યો હતો. તે વેબ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર’માં પણ હતો. હવે તે 2024માં ‘મેટ્રો… ધીઝ ડેઝ’માં જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button