આર્યન ખાનની ફિલ્મની પ્રીમિયર પર અનન્યા પાંડેએ આ શું કર્યું? વીડિયો થયો વાઈરલ… | મુંબઈ સમાચાર
મનોરંજન

આર્યન ખાનની ફિલ્મની પ્રીમિયર પર અનન્યા પાંડેએ આ શું કર્યું? વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાનના લાડકવાયા આર્યન ખાનની ફિલ્મ ધ બેડ્સ ઓફ બોલીવૂડના પ્રીમિયર પર બોલીવૂના સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો. સ્ટાર સ્ટડેડ નાઈટ્સ પર અનેક સેલિબ્રિટીઓએ પોતાની સ્ટાઈલથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ટૂંકમાં ફિલ્મનું પ્રીમિયર ફેશન શોમાં કન્વર્ટ થઈ ગયું. જોકે, આ બધા વચ્ચે અનન્યા પાંડેએ જોરદાર લાઈમલાઈટ લૂંટી લીધી હતી અને એનું કારણ હતું તેનો આઉટફિટ અને સ્કિન પર જોવા મળેલી ટેનિંગ… આવો જોઈએ શું છે આખી ઈનસાઈડ સ્ટોરી…

વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર હાલમાં અનન્યા પાંડેના વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે સુંદર આઉટફિટમાં જોવા મળી રહી છે. પરંતુ લોકોને તેના આઉટફિટની સાથે સાથે સ્કિન પર આવેલી ટેનિંગ સામે વાંધો પડ્યો હતો. જોકે, અનન્યાએ ટ્રોલ્સને તીખા અંદાજમાં જવાબ આપ્યો હતો.

વાત જાણે એમ છે કે અનન્યા હાલમાં વેકેશન મનાવવા માલદીવ્ઝ ગઈ હતી અને ત્યાર બાદ તે ગઈકાલે આર્યન ખાનની ફિલ્મના પ્રીમિયર પર પહોંચી હતી. આ પ્રીમિયર પર તેણે 86,200 રૂપિયાની કિંમતનો આઉટફિટ સ્ટાઈલ કર્યો હતો. વ્હાઈટ અને શેમ્પેઈન કલરના આ સુંદર ડ્રેસમાં અનન્યા ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરંતુ ફેન્સને તેના સન કિસ્ડ હેન્ડ અને ખભાનો સ્કિન ટોન તેના મેકઅપથી એકદમ અલગ લાગ્યો. બસ પછી તો પૂછવું શું અનન્યા સોશિયલ મીડિયા ટ્રોલ થઈ ગઈ.

જોકે, એક તરફ જ્યાં કેટલાક લોકો એક્ટ્રેસની ટેન થઈ ગયેલી સ્કિનની મજાક ઉડાવી રહ્યા હતા તો કેટલાક લોકો તેના સપોર્ટમાં પણ ઉતર્યા હતા અને ટ્રોલ્સને પોતાની નજર અને વિચારોને સુધારવાની સલાહ પણ આપી દીધી હતી.

જોકે, અનન્યાએ ખૂબ જ કોન્ફિડન્સ સાથે પોતાની ટેન સ્કિનને રેડ કાર્પેટ પર ફ્લોન્ટ કરી હતી અને તેણે ટ્રોલ્સને જવાબ આપતા લખ્યું હતું કે મને ટેન સ્કિન ખૂબ જ પસંદ છે. તેનો આ બોલ્ડ લૂક રજાની મજા અને રેડ કાર્પેટવાળો ગ્લેમર બંને દર્શાવે છે અને આ જ એક્ટ્રેસનો કોન્ફિડન્સ પણ દર્શાવે છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button