Anant Radhika Wedding Reception : ગુલાબી સાડી અને હીરાના હાર સાથે નીતા અંબાણીનો આકર્ષક લુક

મુંબઈ: હાલમાં જ લગ્ન ગ્રંથિથી જોડાયેલા અનંત અને રાધિકાના લગ્ન રિસેપ્શન પાર્ટીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં અનંત અને રાધિકા બંને ખૂબ જ આકર્ષક લુકમાં જોવા મળી રહ્યા હતા. આ બધાની વચ્ચે વરરાજાની માતા નીતા અંબાણી પણ પિન્ક સાડી અને હીરાનો હાર પહેરેલા લુકમાં જોવા મળ્યા હતા.
આજે અનંત અને રાધિકાના લગ્ન બાદ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનંત અને રાધિકા બંને ખૂબ જ આકર્ષક દેખાઈ રહ્યા હતા. અનંત અને રાધિકાના લગ્નની રિસેપ્શન પાર્ટીનો એક વિડીયો હાલ સામે આવ્યો છે જેમાં બંને સ્ટેજ પર ઊભા છે અને મહેમાનોને મળી રહ્યા છે. તેમની સાથે મુકેશ અંબાણી પર ઉભેલ જોવા મળી રહ્યા છે.

અનંત અને રાધિકા પોતાના આકર્ષક લૂકને કારણે ચર્ચામાં છે. આજના દિવસે રાધિકા ખાસ ગોલ્ડન અને પીળા રંગના ગાઉનમાં જોવા મળ્યા હતા. તેણે પીળા કલરનો દુપટ્ટો પણ પહેર્યો હતો. તેને યૂથફૂલ મેકઅપની સાથે પોતાના વાળને ખુલ્લા રાખ્યા હતા. તેના મોઢ પરની સ્માઇલ તેના આજના લૂકને વધુ આકર્ષક બનાવી રહી હતી. આ સમયે અનંત પણ મિડ નાઈટ બ્લૂ શેરવાનીમાં જોવા મળ્યો હતો. તેમણે પોતાના વાળને પોની ટેલમાં સ્ટાઈલ કર્યા હતા.
આ બધાની વચ્ચે નીતા અંબાણી પર ખૂબ જ આકર્ષક લુકમાં જોવા મળ્યા હતા. તેઓ પોતાની આકર્ષક અને ખૂબ જ સુંદર ગુલાબી સાડીને લઈને આકર્ષણ ઊભું કર્યું હતું. ઓરેન્જ ટોન વાળી આ સાડીની સાથે તેમણે હીરાનો હાર પહેર્યો હતો. તેમણે પેપરાજીને પોઝ આપીને તેમની સાથે વાતચીત કરી હતી અને હાથ જોડીને તેમણે નમસ્કાર પણ કર્યું હતું.
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી બંને 12 જુલાઇના રોજ જ લગ્નગ્રંથિથી જોડાય ચૂક્યા છે. જો કે હાલ તેનું વેડિંગ રિસેપ્શન ચાલી રહ્યું છે. જે બે દિવસ સુધી ચાલશે અને તેમાં અનેક મોટી હસ્તીઓ સામેલ થવાની છે.