મનોરંજન

અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીમાં, ઇશા અંબાણીનો ક્લાસી નેટ ડ્રેસ લુક છવાયો

ધનકુબેર મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીની બીજી પ્રી વેડિંગ બેશ એટલે કે ક્રૂઝ પાર્ટી હવે પૂરી થઈ ગઈ છે. ઇટલીમાં ચાર દિવસ માટે આયોજિત કરવામાં આવેલી આ શાનદાર પાર્ટીના તસવીરો અને વિડીયો હવે સોશિયલ મીડિયા પર સામે આવવા માંડ્યા છે. આ પાર્ટીમાંથી ઈશા અંબાણીની એક તસવીર સામે આવી છે જેમાં તે સફેદ કલરના નેટ ડ્રેસમાં જોવા મળે છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

અંબાણી પરિવારના એક ફેન પેજએ ઈશા અંબાણીની ક્રૂઝ પાર્ટીની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ પાર્ટીમાં ઇશા કો-ઓર્ડ સેટમાં જોવા મળી રહી છે. ઇશાએ સાથે સનગ્લાસ અને હૂપ ઈયરિંગ્સ કેરી કર્યા હતા. હળવા મેક-અપ અને કેઝ્યુઅલ રીતે ટાય કરેલા બન વાળ સાથે તેણે પોતાનો લુક કંપ્લીટ કર્યો હતો. ઇશાનો સિમ્પલ અને ક્લાસી, એલિગન્ટ લૂક લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.


અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ પાર્ટી 29 મેથી શરૂ થઈ હતી અને 1 જૂનના રોજ પૂરી થઈ હતી. આ ભવ્ય પાર્ટીની ઝલક હવે તસવીરો અને વીડિયોમાં સામે આવી રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ પાર્ટી પ્રોગ્રામની વચ્ચે બંનેના લગ્નની તારીખો પણ જાણવા મળી છે. બંને 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્નનો કાર્યક્રમ ત્રણ દિવસ સુધી Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button