Anant Radhika Wedding: દાદી સાસુએ રાખેલા ગરબા ફંક્શનમાં ઝુમી ઉઠી રાધિકા

મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકાના લગ્નના ફંકશનો શરૂ થઈ રહ્યા છે. મામેરા વિધિ બુધવાર તારીખ 3 જુલાઇના રોજ પાર પાડવામાં આવી હતી અને આ વિધિથી જ લગ્નની સમારંભોની શરૂઆત થઈ હતી.
4 જુલાઈના રોજ અનંત અંબાણીના દાદી કોકીલાબેન અંબાણીએ તેમના પૌત્ર અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ માટે ગરબા અને દાંડિયા નાઈટ નું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં પરિવારજનો અને મિત્રોએ હાજરી આપી હતી.
રાધિકાની ગરબા નાઇટમાં તેની મિત્ર જ્હાન્વી કપૂર, શિખર પહારિયા, વીર પહારિયા અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પણ હાજર રહી હતી.
આ ગરબા નાઇટની કેટલીક તસવીરો સામે એવી છે, જેમાં દરેક જણ ગરબાને અનુરૂપ વસ્ત્રોમાં સજ્જ જોવા મળે છે. મહિલાઓ રંગબેરંગી ચણિયાચોળીમાં તે પુરૂષો કરુતા, ટોપ, જેકેટ, શેરવાનીમાં જોવા મળે છે.
ગરબા નાઈટ ના રાધિકા અને અનંતના ફોટા પણ સામે આવ્યા છે. રાધિકા ગુજરાતી ચણિયાચોળીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. દુલ્હન બનવા જઈ રહેલી રાધિકા મર્ચન્ટે ગરબા અને દાંડિયા ફંક્શનમાં શ્રીનાથજીની પ્રિન્ટવાળા જાંબલી રંગના ચણિયાચોળી પહેર્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા ફોટોમાં જોઈ શકાય છે કે રાધિકાએ ભારે ભરતકામ કરેલો જાંબલી રંગનો લહેંગો પહેર્યો છે. લહેંગામાં નીચે સિક્વન્સ અને ડીટેલિંગ સાથે ભારે ભરતકામ કરવામાં આવ્યું છે.
આ સાથે તેણે ભારે એમ્બ્રોઇડરી કરેલો ગ્રીન કોન્ટ્રાસ્ટ દુપટ્ટો લીધો હતો. રાધિકાએ તેની હેરસ્ટાઇલ એકદમ સિમ્પલ રાખતા તેના વાળ પાછળ બાંધ્યા હતા અને આ આઉટ ફીટ સાથે ભારે ચોકર બ્રેસલેટ અને કાનમાં ટોપ પહેર્યા હતા. કપાળે નાની બિંદીમાં તે એકદમ શાહી અને જાજરમાન લાગી રહી છે. આ ઉપરાંત તેના મુખ પરનું સ્મિત તેની સુંદરતાને ઓર નિખારી રહ્યું છે.
અનંતના પણ ફોટા સામે આવ્યા છે. તેમાં તેમણે ગુલાબી રંગનો કુર્તો અને મેચિંગ ડિઝાઇનર્સ જેકેટ પહેરેલું જોવા મળે છે જેમાં ગોલ્ડન અને સિલ્વર સિક્વન્સ અને જરદોશી વર્ક કરવામાં આવ્યું છે.
દાદીસા કોકિલાબેનની વાત કરીએ તો તેમણે નારંગી હાફ સ્લીવ બ્લાઉસ સાથે ગુલાબી ડ્ઝાઇનર સાડી કેરી કરી હતી અને ગ્રીન નેક્લેસ સાથે લુક કંપ્લીટ કર્યો હતો.
અનંત અને રાધિકા 12 જુલાઇના રોજ મંગળફેરા ફરશે અને ભવોભવના બંધનમાં બંધાઇ જશે.
Also Read –