ગણેશ વિસર્જનમાં એકબીજામાં ખોવાયેલા જોવા મળ્યા અંબાણી લવ બર્ડ્સ, જુઓ વીડિયો
દેશભરમાં હાલમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વખતે પણ એન્ટિલિયામાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ મેગા ઇવેન્ટ માટે આખો અંબાણી પરિવાર સાથે મળીને તૈયારી કરતો જોવા મળ્યો હતો. અંબાણી પરિવારમાં તો બાપ્પાના આગમનને લઇને ભવ્ય પાર્ટીનો માહોલ જોવા મળ્યો હતો. ગણેશ ચતુર્થીના અવસર પર પૂજા અને ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં બોલિવૂડ સ્ટાર્સે પણ ધામધૂમથી ભાગ લીધો હતો. અનેક સ્ટાર્સ આ સેલિબ્રેશનમાં સામેલ થયા હતા.
બે દિવસની ભવ્ય ઉજવણી બાદ રવિવારે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું અને બાપ્પાને ધામધૂમથી વિદાય આપવામાં આવી હતી. ગણપતિ વિસર્જન માટે આખો અંબાણી પરિવાર નાચતા ગાતા બહાર આવ્યો હતો. આ પ્રસંગે શનાયા કપૂર, વીર પહાડિયા અને ઓરી સહિત ઘણા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન દરેક લોકો મસ્તી અને તોફાન કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું હતું. બાપ્પાના વિસર્જનમાં અનંત અને રાધિકાએ તેમના મિત્રો સાથે ઢોલ પર ખૂબ ડાન્સ કર્યો હતો. તેઓ લાલ ગુલાલમાં રંગાયેલા જોવા મળ્યા હતા. રાધિકા બ્લુ સિલ્કના શોર્ટ કુર્તામાં અદભૂત દેખાતી હતી અને તેની સાદગીએ દરેકનું દિલ જીતી લીધું હતું. તે જ સમયે, અનંત પણ ઓરેન્જ કુર્તા-પાયજામા અને કમરકોટમાં હેન્ડસમ લાગતો હતો. રાધિકા પણ બાપ્પાના નારા લગાવતી જોવા મળી હતી. નવદંપતીએ દિલ ખોલીને ડાન્સ કર્યો હતો. લગ્ન પછી આ તેમનો પહેલો ગણેશ ઉત્સવ હતો.
આ પણ વાંચો : અંબાણી પરિવારના ગણેશ ઉત્સવમાં સાસુ-પુત્રવધુનું સુંદર ટ્યુનિંગ, જુઓ વીડિયો
ગણેશ વિસર્જનમાં નીતા અંબાણીથી લઈને અંબાણી પરિવારના દરેક સભ્ય ભક્તિમાં નાચતા જોવા મળ્યા હતા. આ દરમિયાન, ઘણી એવી ક્ષણો પણ કેદ કરવામાં આવી હતી જે જોયા પછી તમારો દિવસ બની જશે. વિસર્જનમાં તમામ લોકો મસ્તીમજાક, ડાન્સ કરતા હતા, પણ એમાં બે જણ હતા જે બાપ્પાના રંગો કરતા એકબીજાના પ્રેમના રંગમાં રંગાયેલા વધુ જોવા મળ્યા હતા. આ બે જણ એટલે બીજું કોઇ નહીં પણ, મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને પુત્રવધુ રાધિકા. બંને જાણે કે દુનિયાથી અળગા એકબીજાના પ્રેમના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. એક એવો વીડિયો આવ્યો છે, જેમાં અનંત અંબાણી ભીડની વચ્ચે જ રાધિકાને પ્રેમથી રંગ લગાવે છે. ત્યાર બાદ રાધિકા મસ્તીમાં તેના પર પાણી ફેંકે છે. અનંત હસે છે અને ફરીથી રાધિકાને ગુલાલથી રંગી દે છે. બંનેના ખટમધુરા તોફાન જોઇને આસપાસના લોકો પણ હસવા માંડે છે.
આ વીડિયો જોઇને લોકો પણ ઘણા ખુશ થયા છે અને બંનેને મેડ ફોર ઇચ અધર કપલ કહી રહ્યા છે. ફેન્સને કપલ ફ્રેન્ડલી અને લવ બર્ડ લાગ્યું છે. લોકો તેમના આ વીડિયો પર જાતજાતની કમેન્ટસ કરી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે, ‘બાળપણનો પ્રેમ આવો જ નિર્દોષ હોય છે.’ કેટલાક કહી રહ્યા છે, ‘કપલ વચ્ચે પ્રેમની સાથે દોસ્તી હોવા પણ જરૂર છે, જે આ કપલમાં જોવા મળી રહી છે.’ એક જણે લખ્યું હતું કે, ‘બંને એકસાથે ઘણા સારા લાગી રહ્યા છે. તેઓ આમ જ ખુશ રહે એવી આશા કરીએ.’ એક યુઝરે લખ્યું હતું કે, ‘પ્રેમ હોય તો અનંત-રાધિકા જેવો હોવો જોઇએ.’