Viral Video: 5000 કરોડના ખર્ચે પણ યોજાયેલા Anant Ambaniના લગ્નમાં પણ આવી વ્યવસ્થા તો નહોતી…

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને દરરોજ આ સોશિયલ મીડિયા કંઈક કેટલાય વીડિયો વાઈરલ થતાં હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ લગ્નમાં જે રીતે પાણીપૂરી પીરસી રહ્યો છે એ જોઈને લોકોએ કહ્યું કે 5000 કરોડ રૂપિયા ખર્ચે યોજાયેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ આ રીતે પાણીપૂરી નહોતી પીરસવામાં આવી… આવો જોઈએ આખરે શું છે આ વાઈરલ વીડિયોમાં-
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર @pandeyji_01 નામની આઈડી પરથી આ વીજિયો શેર કરવામાં આવ્યો છે. શેર કરવામાં આવેલા વીડિયોમાં એક વ્યક્તિ પોતાના ખભા પર એક મશીનગન જેવું ડિસ્પેન્સર લઈને જતો જોવા મળી રહ્યો છે અને તે લોકોને પૂરીમાં આ રીતે પાણી સર્વ કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોની સાથે યુઝરે મજેદાર કેપ્શન પણ લખી છે અને કહ્યું છે કે આ વ્યવસ્થા જોયા બાદ મહિલાઓમાં ખુશીની લહેર ફેલાઈ જશે.
નેટિઝન્સને આ વીડિયોએ ચોંકાવી દીધા છે અને લોકો આ જૂગાડના વખાણ કરતાં નથી થાકી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું તકે પહેલાં તો મને લાગ્યું કે આ બાથરૂમનો નળ છે પણ પછીથી ખ્યાલ આવ્યો કે તે એક ટેપ જેવું છે. બીજા એક યુઝરે લખ્યું હતું ભારત અને આર એન્ડ ડી મેં રોકાણ રંગ લાવી રહ્યું છે. બીજા એક યુઝરે લખ્યું છે કે શરત લગાવી લો કે અંબાણીની હજારો કરોડના ખર્ચે યોજાયેલા લગ્નમાં પણ આવી વ્યવસ્થા તો નહોતી જોવા મળી. જોકે, કેટલાક લોકોએ સ્વચ્છતાની દ્રષ્ટિએ સવાલો ઉપસ્થિત કર્યા હતા.
આ પણ વાંચો : આ સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરે 140ની સ્પીડે કાર ચલાવી, એકને ઠોકયો તો પણ કહે છે કે…
અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો કોઈ લગ્ન સમારંભનો છે અને આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે અને તેઓ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છ