Anant-Radhika Wedding: સેલિબ્રિટીના કાફલા વચ્ચે Raha Kapoorએ લૂંટી મહેફીલ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી Mukesh Ambani અને નીતા અંબાણી Neeta Ambaniના નાના દીકરા અનંત અને આવનારી વહુ રાધિકાની ત્રણ દિવસની પ્રિ-ઈવેન્ટ સેરેમની પૂરી થઈ છે. આ ત્રણ દિવસ સુધી અહીં થયેલી ઝાકમઝોળ લોકોએ સોશિયલ મીડિયા અને પ્રસાર માધ્યમો દ્વારા જોઈ છે. અહીં આવેલા મહેમાનોની યાદી બનાવવી મુશ્કેલ છે. દરેક ક્ષેત્રના વિશ્વના માંધાતાઓ અહીં આવ્યા હતા.
ત્રણ દિવસ સુધી અંબાણી પરિવારની એક એક નાનકડી વાત, કપડા, ઘડિયાળ કે ચપ્પલની ચર્ચા પણ થઈ છે ત્યારે આટલી બધી સેલિબ્રિટી વચ્ચે એક નાનકડી ટબુડી મહેફીલ લૂંટી ગઈ છે. આ ક્યૂટ ગર્લ છે રણબીર અને આલિયાની દીકરી રાહા.
ત્રણેય દિવસે રાહા કપૂર Raha Kapoorની અલગ-અલગ તસવીરો જોવા મળી હતી. કેટલાકમાં તે તેના માતા-પિતા સાથે ગાર્ડન એરિયામાં રમતી જોવા મળી હતી તો કેટલીકમાં તે અનંત અંબાણીને મળતી જોવા મળી હતી. આ વીડિયો પણ ઘણો વાયરલ થયો હતો. આમાં અનંત તેને ખવડાવતો જોવા મળ્યો હતો. આ સિવાય અભિષેક બચ્ચન સાથેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. હવે ફરી રાહાનો એક વીડિયો જોવા મળી રહ્યો છે જેમાં તે પપ્પા રણબીરની સાથે છે પણ ક્યૂટ એક્સપ્રેશન આપી રહી છે.
તેણે નેવી બ્લુ અને સફેદ રંગનું ફ્રોક પહેર્યું છે. દર વખતની જેમ તેણે બે પોની ટેલ પણ બનાવી છે. રાહા મીડિયાને જોતા જ અલગ-અલગ એક્સપ્રેશન આપતી જોવા મળી હતી. લોકોને તેની સ્માઈલ અને તેના ક્યૂટ-ફની એક્સપ્રેશન્સ ખૂબ પસંદ આવ્યા. રાહાની તસવીરો સામે આવતાની સાથે જ તે તરત જ વાયરલ થઈ ગઈ છે અને ફેન્સ રિસ્પોન્સ પણ આપી રહ્યા છે.