મુંબઈઃ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લાડકવાયા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા માટે દેશ-વિદેશથી મહાનુભાવો મુંબઈ પધાર્યા છે. વાત કરીએ અંબાણી પરિવારના આમંત્રિત મહેમાનોની તો તેમાં રાજકારણી, ઉદ્યોગપતિઓ, હોલીવૂડ સ્ટાર્સ, સ્પોર્ટ્સમેન, બોલીવૂડના સેલેબ્સ સહિતના તમામ દિગ્ગજોનો સમાવેશ થાય છે.
ચાલો નજર કરીએ અંબાણી પરિવારના માનવંતા મહેમાનોન પર…
જોન સીના
અંનત અંબાણીના લગ્નમાં હાજરી આપવા ડબ્લ્યુડબલ્યુઈ ફેમ રેસલર જોન સીના ખાસ મુંબઈ પહોંચ્યા છે. સ્કાય બ્લ્યુ કલરના ટ્રેડિશનલ આઉટફિટમાં જોન સીના એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો, એમાં શંકાને કોઈ સ્થાન નથી.
બોલે તો ભીડ્ડુ અપુન ઈધર હૈ…
બોલીવૂડના જગ્ગુ દાદા ઉર્ફે જેકી શ્રોફ પણ અંબાણી પરિવારની ખુશીમાં ભાગ લેવા પહોંચી ગયા છે. વ્હાઈટ ઝભ્ભા, ગોલ્ડન ધોતી અને માથા પર લાલ ટોપી પહેરીને પહોંચેલા જગ્ગુદાદા પોતાના અસલ મિજાજમાં પેપ્ઝને પોઝ આપ્યા હતા.
આ પણ વાંચો : Anant Ambani- Radhika Merchant Wedding : રાજકુમારની જેમ શાનથી જાન લઈને Ambani Family સાથે નીકળ્યા વરરાજા Anant Ambani
ખુશી કપૂરે પણ સાદગીથી લૂંટી લાઈમલાઈટ
બોલીવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરની નાની બહેર ખુશી કપૂર પણ અનંત અને રાધિકાના લગ્નમાં હાજરી આપવા પહોંચી છે અને લીલા રંગના આઉટફિટમાં સિમ્પલ લૂકથી ખુશીએ લાઈમલાઈટ ચોરી લીધી હતી.
રાજકુમાર રાવ પણ પત્ની સાથે પહોંચ્યો
બોલીવૂડ એક્ટર રાજકુમાર રાવ પણ પત્ની પત્રલેખા સાથે અંબાણી પરિવારના આમંત્રણને માન આપીને લગ્નમાં હાજરી આપવા પહોંચ્યો હતો.
યેલો આઉટફિટમાં આઉટસ્ટેન્ડિંગ લાગી અનન્યા પાંડે
અનન્યા પાંડે ઈન્ડસ્ટ્રીનું સતત લાઈમલાઈટમાં રહેતું નામ છે અને અનંત અને રાધિકાના લગ્નમાં હાજરી આપવા પહોંચેલી અનન્યાએ પેપ્ઝને પોઝ આપ્યા હતા. યેલો કલરના ઘાઘરા ચોલીમાં અનન્યા એકદમ કમાલની લાગી રહી હતી.
સારા-ઈબ્રાહિમ અલી ખાન પણ આપી કાંટે કી ટક્કર
છોટે નવાબ સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન અને દીકરી સારા અલી ખાને પણ પોતાના સુંદર આઉટફિટ્સથી અન્ય સ્ટાર કિડ્સને એકદમ કાંટે કી ટક્કર આપી હતી.
મલાઈકા અરોરા વિના એકલો પહોંચ્યો અર્જુન કપૂર
અનંત અને રાધિકાના લગ્નમાં અર્જુન કપૂર પોતાની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા વિના એકલો જ પહોંચ્યો હતો પરંતુ તેનો સ્વેગ એકદમ કમાલનો હતો.
મુન્નાભાઈનો રોયલ લૂક
મુન્નાભાઈ ઉર્ફે સંજય દત્ત ઉર્ફે સંજુબાબા પણ અનંત-રાધિકાના લગ્નમાં એકદમ રોયલ લૂકમાં પહોંચ્યો હતો. બ્લેક વર્કવાળા ટ્રેડિશનલ આઉટફિટમાં સંજુબાબા એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.
આઈડિયલ કપલ ઓફ ઈન્ડસ્ટ્રી
એક્ટર રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આઈડિયલ, ક્યુટ અને એડોરેબલ કપલમાં કરવામાં આવે છે. ટ્વીનિંગ કરીને અંબાણીની ઈવેન્ટ પહોંચેલા રિતેશ-જેનેલિયાની જોડી પરફેક્ટ લાગી રહી હતી.
ઓલ ધ રજની ફેન્સ…
સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપર સ્ટાર રજનીકાંત પણ સપરિવાર અંબાણી પરિવારની આનંદની ક્ષણોમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.
કેપ્ટન કૂલનો કૂલ અંદાજ
ક્રિકેટના મેદાન પર કેપ્ટન કૂલ તરીકે પંકાયેલા ટીમ ઈન્ડિયાના ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની પણ પત્ની સાક્ષી અને દીકરી જીવા સાથે કૂલ અંદાજમાં જોવા મળ્યો હતો.