
આજે મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani)ના નાના દીકરા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના (Anant Ambani-Radhika Merchant)ના લગ્નની વિધિઓની શરુઆત થઈ ગઈ છે. મુંબઈના બીકેસી ખાતે આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં વીવીઆઈપી મહેમાનોનું આગમન શરુ થઈ ગયું છે અને આ બધા વચ્ચે જાન પણ વેન્યુ જવા માટે રવાના થઈ ગઈ છે.

અનંત અંબાણીની જાન એટલી ધામધૂમથી નીકળી હતી કે જોનારાઓની આંખો પહોળી થઈ ગઈ હતી. એન્ટિલિયાથી જેવી ફૂલોથી સજેલી કાર રવાના થઈ ત્યારે આ કાર અને વરરાજાની શાન જોઈને ઉપસ્થિત તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર અનંત અંબાણીની જાનના ફોટા અને ફૂલોથી સજાવવામાં આવેલી કારના ફોટા વાઈરલ થઈ રહ્યા છે. વરરાજા સાથે આખો અંબાણી પરિવાર વેડિંગ વેન્યુ જવા રવાના થયા હતા.
આ પણ વાંચો : Kim Kardashian મુંબઈના રસ્તા પર આ શું કરતી જોવા મળી? Video થયો Viral
નીતા અંબાણીની ખુશી સાતમા આસમાને…
આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર નીતા અંબાણી (Nita Ambani Dance Video Viral) નો એક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ જાન નીકળતાં પહેલાં ઢોલના તાલે ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. આ સમયે નીતા અંબાણીના ચહેરા પર વહુ લાવવાની, દીકરાને પરણાવવાની ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે.
પાપા મેરે પાપા…

અનંત અંબાણીના લગ્ન સમયે અંબાણી પરિવારે પરિવારના વડીલોને યાદ કર્યા છે અને એની સાબિતી મળે છે વેડિંગ વેન્યુ પર જોવા મળેલા બે ફોટો પરથી. મળી રહેલી માહિતી પ્રમાણે વેડિંગ વેન્યુ પર મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણી (Mukesh Ambani’s Father Dhirubhai Ambani) અને નીતા અંબાણીના પિતા રવિન્દ્રભાઈ દલાલ (Nita Ambani’s Father Ravindra Dalal)ના ફોટો લગાવવામાં આવ્યા છે. બંનેની ફોટોફ્રેમને સુંદર રીતે ફૂલોથી સજાવવામાં આવી છે.