Anant Ambani-Radhika Merchantએ આ રીતે સેલિબ્રેટ કર્યું New Year…

જ્યારથી અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્ન થયા છે ત્યારથી સોશિયલ મીડિયા પર તેઓ લોકોના ફેવરેટ બની ગયા છે. લોકોને તેમના વિશેની ઝીણામાં ઝીણી બાબત જાણવાનું ખૂબ જ પસંદ છે. કોઈ પણ સેલિબ્રેશન હોય કે તહેવાર હોય અંબાણી પરિવાર ગ્રાન્ડ સેલિબ્રેશન માટે ખૂબ જ જાણીતા છે અને ન્યૂ યરનું સેલિબ્રેશન પણ અંબાણીઝે ખૂબ જ ધામધૂમથી કર્યું હતું. આ વખતે લગ્ન બાદ અનંત અને રાધિકાએ એક સાથે નવા વર્ષની ઊજવણી કરી હતી અને બંને જણના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ સેલિબ્રેશનના ફોટો લોકો વારંવાર જોઈ રહ્યા છે. આવો જોઈએ શું છે ખાસ આ ફોટોમાં- સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં રાધિકા મર્ચન્ટ ખૂબ જ સ્ટાઈલિશ અવતારમાં જોવા મળી રહી છે.
અનંત અંબાણી પણ રાધિકાના લૂકને એકદમ કોમ્પ્લિમેન્ટ કરી રહ્યો છે. બંને જણ એકબીદજા સાથે ટ્વિનિંગ કરતાં જોવા મળી રહ્યા છે. બંનેને સાથે જોઈને ફેન્સ પણ એકદમ ખુશ થઈ ગયા છે. બ્લેક આઉટફિટમાં અનંત અને રાધિકા ક્યૂટ લાગી રહ્યા છે. બંને સાથે ગ્રુપ ફોટોમાં મિત્રો અને પરિવારના લોકો જોવા મળી રહ્યા છે. બધાએ બ્લેક આઉટફિટ પહેર્યા છે. રાધિકાએ ફરવાળા કોટની સાથે ટ્રાઉઝર કેરી કર્યું છે અને તે હાથમાં ડ્રિન્ક લઈને પોઝ આપી રહી છે.
આ ફોટોની પાછળ બીજા બે ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે જેમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે પોઝ આપી રહ્યા છે. આ પણ એક ગ્રુપ ફોટો છે. જેમાં શિમરી પેન્ટ અને રેડ સ્વેટરમાં રાધિકા મર્ચન્ટ ક્રિસમસ અને ન્યૂ યરની વાઈબ્સ આપી રહી છે. આ લૂકમાં તેણે વાળને અલગ રીતે સ્ટાઈલ કર્યા છે. અનંતે પણ બ્લેક એન્ડ વ્હાઈટ ફેન્સી શર્ટ કેરી પહેર્યું છે. ત્રીજા ફોટોમાં રાધિકા પોતાની ગર્લ ગેંગ સાથે પોઝ આપી રહી છે.
Also read: અજય દેવગણ અને અક્ષય કુમારને લગ્નનું આમંત્રણ આપવા પહોંચ્યો અનંત અંબાણી
અત્રે ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ખાસ મિત્રના લગ્ન જામનગરમાં યોજાશે અને એનું પણ સેલિબ્રેશન પણ ચાલી રહ્યું છે. આ જ વર્ષે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્ન થયા હતા. આ વર્ષની શરૂઆતથી જ બંનેના લગ્નની વિવિધ ઊજવણીઓ કરવામાં આવી હતી, જેમાં દેશ-વિદેશથી મહેમાનોએ હાજરી આપી હતી.