Viral Video: મેચની વચ્ચે જ Anant Ambani-Radhika Merchantએ કરી એવી હરકત કે…

દેશના જ નહીં પણ દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવો અંબાણી પરિવાર દરરોજ કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતો રહે છે. એમાં પણ જ્યારથી અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્ન થયા છે ત્યારથી તો આ કપલ ખૂબ જ ચર્ચામાં રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ચાલુ મેચમાં અનંત અને રાધિકા કંઈક એવું કરતાં જોવા મળી રહ્યા છે કે લોકો ચોંકી ઉઠ્યા હતા. આવો જોઈએ એવું તે શું ખાસ છે આ વીડિયોમાં…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે રાધિકા મુંબઈ ઈન્ડિયન્સને સપોર્ટ કરવા માટે એમઆઈની જર્સી પહેરી હતી. જ્યારે અનંત અંબાણી બ્લ્યુ કલરના આઉટફિટમાં જોવા મળી રહ્યો છે. આ સિવાય ચાલુ મેચમાં અનંત અને રાધિકા હસતાં હસતાં વાતો કરતાં એકબીજામાં ખોવાયેલા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં બંને વચ્ચેની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
આ પણ વાંચો: ભક્તિના મારગ પર અનંત અંબાણીઃ જામનગરથી દ્વારકા સુધીની 170 કિલોમીટરની પદયાત્રા…
આ વીડિયો અંબાણી પરિવારના એક ફેનપેજ પરથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે મેચ વચ્ચે અનંત-અને રાધિકા રોમેન્ટિક મૂડમાં. વીડિયો પર યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયો જોત-જોતામાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો.
વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ કમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે બંને વચ્ચે કેટલો પ્રેમ જોવા મળી રહ્યો છે તો વળી કેટલાક યુઝર્સ આ ક્યુટ કપલને ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
આ પણ વાંચો: પતિ અનંત અંબાણી સામે જ સસરા મુકેશ અંબાણી માટે Radhika Merchantએ કહી એવી વાત કે…
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અને રાધિકાના લગ્ન ગયા વર્ષે જ થયા હતા. જ્યારથી કપલના લગ્ન થયા છે ત્યારથી જ બંને જણ ઈન્ટરનેટ સેન્સેશન બની ગયા છે. અનંત-રાધિકાના લગ્નમાં દેશ-વિદેશથી લોકોએ હાજરી આપી હતી અને આ લગ્નની નોંધ ભારતીય મીડિયા હાઉસ જ નહીં પણ વિદેશી મીડિયા હાઉસે પણ નોંધ લીધી હતી. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…