Viral Video: લગ્ન બાદ Anant Ambani-Radhika Merchant ક્યાં પહોંચ્યા?

અંબાણી પરિવારના લાડકા નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani)ના ચાર દિવસીય વિવાહ સમારોહ સંપન્ન થયો. શાહી અંદાજમાં થયેલાં આ લગ્નમાં અંબાણી પરિવારમાં થયેલાં લગ્નમાં દેશ-વિદેશથી મહેમાનોએ હાજરી આપી હતી. હવે લગ્ન બાદ ન્યુલી વેડ કપલ પોતાના માદરે વતન જામનગર પહોંચ્યું છે.
જામનગર ખાતે પહોંચતા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant’s Grand Welcome At Jamnagar)નું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. અનંત-રાધિકાનું સ્વાગત કરવા એરપોર્ટ પર લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. ફૂલોની માળા, પુષ્પ વર્ષા અને ઢોલ-નગાડા સાથે કપલનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું હતું, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
મુંબઈમાં રોયલ વેડિંગ સેલિબ્રેશન બાદ હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ મંગળવારે મુંબઈના પ્રાઈવેટ કલિના એરપોર્ટથી ગુજરાતના જામનગર જવા રવાના થયા હતા અને રાતે જામનગર પહોંચ્યા હતા. અહીં જ પહોંચતા ગ્રાન્ડ સ્ટાઈલમાં બંનેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટમાં એક્ઝિટ ગેટ પર ફૂલોની ચાદર બિછાવવામાં આવી હતી અને આ સિવાય શાનદાર ડેકોરેશનની સાથે ઢોલ-નગાડા વગાડીને બંનેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
એરપોર્ટ પર ઉતરેલા અનંત-રાધિકાની આરતી ઉતારવામાં આવી હતી અને ત્યાર બાદ બંને જણ ઓપન જીપમાં વનતારા જવા રવાના થયા હતા. બંનેને જોવા અને વેલકમ કરવા માટે હજારોની સંખ્યામાં લોકો એરપોર્ટ પહોંચ્યા હતા. અનંત અંબાણી જામનગરના લોકોને પોતાના પરિવાર જેવા જ માને છે અને આ જ કારણ છે કે લગ્ન બાદ તે પોતાના પરિવાર પાસે પહોંચ્યા હતા.
આ પણ વાંચો : Radhika Merchantને સાસરે આવીને હજી કલાકો જ થયા છે ને Mukesh Ambani સાથે થયું કંઈક એવું કે…
અત્રે ઉલ્લેખનીય છે કે અનંત અંબાણીએ જામનગર ખાતે જ વનતારા પ્રોજેક્ટ શરૂ કર્યું હતું અને અહીં તેણે પોતાના લગ્નની ઊજવણીની શરૂઆત કરી હતી. એ સમયે પણ તેણે અને રાધિકાએ જણાવ્યું હતું કે જામનગરમાં મારી દાદીનું ઘર છે. બાળપણનો મોટાભાગનો સમય અનંતે જામનગરમાં પસાર કર્યો હતો, અને આ કારણે જ અનંતને આ જગ્યા પરથી ખાસ એટેચમેન્ટ છે.