Anant Ambani-Radhika Merchant પેરિસમાં જ્યાં રોકાયા છે એનું એક રાતનું ભાડું સાંભળશો તો…
અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ હવે પોતાની આલા ગ્રાન્ડ વેડિંગ ફંક્શન બાદ પેરિસ ઓલિમ્પિક પહોંચ્યા હતા. મળી રહેલાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે અનંત-રાધિના પેરિસના એક રિસોર્ટમાં હનીમૂન મનાવી રહ્યા છે. હવે તમને થશે કે ભાઈ એમાં શું નવી વાત છે? પણ ભાઈ અંબાણી પરિવાર (Ambani Family) કંઈ પણ ઓર્ડનરી વસ્તુ તો ના જ કરે ને? એ જ રીતે અનંત અને રાધિકા જે રિસોર્ટમાં રોકાયા છે એના એક દિવસના ભાડાના આંકડા વિશે જાણશો તો ચોંકી ઉઠશો. ચાલો તમને જણાવીએ રિસોર્ટનું એક દિવસનું ભાડું-
રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ હાલમાં પેરિસના કોસ્ટા રિકા રિસોર્ટમાં રોકાયા છે અને આ આલિશાન રિટ્રીટના એક રાતના ભાડામાં તો કંઈક કેટલાય આઈફોન અને લક્ઝરી કાર આવી જાય. મળી રહેલી માહિતી પ્રમાણે આ રિસોર્ટનું એક રાતનું ભાડું આશરે 30,000 ડોલર છે. ઈન્ડિયન રૂપિયામાં આ રકમ લગભગ 25 લાખથી ઉપર છે.
અનંત અને રાધિકા ગુરુવારે જ કોસ્ટારિકા પહોંચી ગયા હતા અને કથિત રીતે તેઓ કાસા લાસ ઓલાસમાં રહી રહ્યા છે. આ જગ્યા પોતાની શાનદાર સુવિધાઓ અને આહ્લાદક વાતાવરણ માટે પ્રખ્યાત છે. પ્રીતા ખાડી નજીક આવા આ રિસોર્ટમાં કુદરતી વાતાવરણની સાથે સાથે જ એક આઉટડોર એમ્યુઝમેન્ટ પાર્ક પણ છે જેમાં 100 ફૂટનો એક શાનદાર પૂલ છે.
આ પણ વાંચો : પેરિસમાં અંબાણી પરિવાર જે હોટેલમાં રોકાયો તેનું એક રાતનું ભાડું જાણીને ચકિત રહી જશો
અત્રે ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવારના લાડકવાયા અનંત અંબાણીએ 12મી જુલાઈના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા અને મહિનાઓ સુધી આ ભવ્ય લગ્નની ઊજવણીઓ ચાલી હતી. દેશી જ નહીં પણ વિદેશી મીડિયાએ પણ આ લગ્નની નોંધ લીધી હતી અને તેને આ વર્ષની સૌથી શાનદાર લગ્ન ગણાવ્યા હતા