મનોરંજન

દાંડિયા રમતાં રમતાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ વચ્ચે થઈ તકરાર, વીડિયો થયો વાઈરલ…

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે અને આ પરિવારનો દરેકે સદસ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ, ફેશનની સાથે સાથે સંસ્કારો અને ભક્તિભાવ માટે ખૂબ જ જાણીતો છે. હાલમાં જ અંબાણી પરિવારે ગુજરાતમાં આવેલા ગીર સુંદર અને શાંત માહોલમાં નવા શિવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આ સમયે પરિવારના સદસ્યોની સાથે સાથે બોલીવૂડ સેલેબ્સ અને જાણીતા ક્રિકેટરો પણ હાજર રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર આ પૂજાના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. આ વાઈરલ વીડિયોમાં અંબાણી પરિવારની નાની વહુરાણી રાધિકા મર્ચન્ટ પોતાના પતિ અનંત અંબાણી સાથે દાંડિયા રમતી જોવા મળી રહી છે. બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. દાંડિયા રમતી વખતે બંને વચ્ચેની મીઠી નોંકઝોંક અને મસ્તીને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

રાધિકાએ આ સમયે પિંક કલરનો શરારા કુર્તી સેટ પહેર્યો છે. ફૂલ સ્લીવ્ઝવાળો કુર્તો, મેચિંગ શરારા અને દુપટ્ટા સાથે રાધિકાએ પોતાનો બ્યુટીફૂલ લૂક કમ્પલિટ કર્યો હતો. રાધિકાના લૂકને ગ્રેસફૂલ બનાવવાનું કામ તેણે પહેરેલી સેન્ડલે પૂરી કરી હતી. અનંત અંબાણીની વાત કરીએ અનંતે આ સમયે બ્લ્યુ કુર્તા-પાયજામાની સાથે સાથે નહેરુ જેકેટ પહેર્યો હતો.

આ પણ વાંચો: અનંત અંબાણી નહીં આ ખાસ વ્યક્તિ સાથે કમરમાં હાથ નાખીને પોઝ આપ્યા રાધિકાએ, વીડિયો થયો વાઈરલ…

વીડિયોમાં જોવા મળે છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એક સાથે દાંડિયા રમી રહ્યા છે. આ સમયે બંને જણ ખૂબ જ ખુશ લાગી રહ્યા છે. આ વીડિયોમાં ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર પણ પોતાના લેડી લવ સાથે દાંડિયા રમી રહ્યા છે. પરંતુ સૌથી વધુ ચર્ચા તો અનંત અને રાધિકા મર્ચન્ટની કેમેસ્ટ્રીની થઈ રહી છે. પૂજામાં આખો અંબાણી પરિવાર સામેલ થયો હતો.

આ સમયે નીતા અંબાણી પણ હર હંમેશની જેમ સાડી પહેરીને લાઈમલાઈટ લૂંટી લીધી હતી. આ સમયે તેમણે જાણીતા ડિઝાઈનર તરુણ તાહિલાની દ્વારા ડિઝાઈન કરવામાં આવેલી હેવી વર્કવાળી સાડી પહેરી હતી આ સાડી તાથે તેમણે મેસી ચોટલો, ડબલ લેયર્ડ ડાયમંડનો નેકલેસ પહેર્યો હતો. મેચિંગ બેંગલ્સ સાથે નીતા અંબાણી પોતાના લૂકને કમ્પલિટ કર્યો હતો.

આ પણ વાંચો: અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ જાહેરમાં રસ્તામાં શું કરતાં જોવા મળ્યા? એકઠી થઈ ભીડ…

આ ઈવેન્ટમાં બોલીવૂડ એક્ટર આમિર ખાન પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૈટ સાથે સ્પોટ થયો હતો. આમિર સિવાય દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ પહોંચ્યા હતા. જ્યારે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર પણ પોતાની પત્ની અંજલિ સાથે આ ઈવેન્ટમાં પહોંચ્યા હતા અને એમએસ ધોની પણ પત્ની સાક્ષી સાથે પહોંચ્યા હતા.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button