મનોરંજન

Anant Ambaniએ તેમના અણવરોને આપેલી ગિફ્ટની કિંમત તમારી આંખો પહોળી કરી નાખશે

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરપર્સન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નના સમારંભો થઈ ગયા છે અને આજે છેલ્લો સમારંભ એટલે કે રિસેપ્શન છે. 12મી જુલાઈએ અનંત અંબાણી રાધિકા મર્ચન્ટે શાસ્ત્રોક્ત લગ્નવિધિ બાદ પ્રભુતામાં પગલાં માંડયા છે. આ લગ્નની તમામ વિધિઓમાં અભિનેતા શાહરૂખ ખાનથી માંડી રણવીર સિંહ તેની આસપાસ રહ્યા છે અને તેના અણવર બન્યા છે ત્યારે અનંતે પણ તેમના આ મિત્રોને ગિફ્ટ આપી છે. ગિફ્ટ આમ તો સારા ભાવથી આપવાની હોય, પણ અંબાણીની વાત આવે ત્યારે તો ભઈ ગિફ્ટ શું છે અને કેટલાની છે તે જાણવાની પણ ઈચ્છા થાય. તો ગિફ્ટમાં છે રીસ્ટ વૉચ Audemars Piguet બ્રાન્ડની છે અને કિંમત છે રૂ. બે કરોડ.

અનંત અંબાણીએ ભેટમાં આપેલી ઘડિયાળમાં 41 mm 18K પિંક ગોલ્ડ કેસ, 9.5 mm જાડા, નીલમ ક્રિસ્ટલ બેક અને સ્ક્રુ-લૉક તાજ ધરાવે છે. તેમાં ગ્રાન્ડે ટેપિસેરી પેટર્ન, બ્લુ કાઉન્ટર્સ, પિંક ગોલ્ડ અવર માર્કર્સ અને રોયલ ઓક હેન્ડ્સ સાથે લ્યુમિનેસન્ટ કોટિંગ સાથે ગુલાબી ગોલ્ડ-ટોન ડાયલ છે. ઘડિયાળમાં ગુલાબી સોનાની ટોનવાળી પટ્ટી, મેન્યુફેક્ચર કેલિબર 5134 સેલ્ફ-વાઇન્ડિંગ મૂવમેન્ટનો સમાવેશ થાય છે જેમાં અઠવાડિયાના ઈન્ડિકેશન, દિવસ, તારીખ, ખગોળશાસ્ત્રીય ચંદ્ર, મહિનો, લીપ વર્ષ અને કલાકો અને મિનિટ દર્શાવતા કાયમી કૅલેન્ડર છે.

| Also Read: Anant Radhika ના લગ્નના પહોંચ્યા બે બિનઆમંત્રિત મહેમાન, પોલીસે અટકાયત કરી કેસ કર્યો

તે 40-કલાકનો પાવર રિઝર્વ કરી શકે છે અને 18K ગુલાબી સોનાનું બ્રેસલેટ, AP ફોલ્ડિંગ બકલ અને વધારાના વાદળી એલિગેટર સ્ટ્રેપ સાથે આવે છે. 20 મીટર સુધી પાણી પણ રેસિસ્ટ કરી શકે છે. એક ઘડિયાળામાં આટલા ફીચર્સ હોય તે પણ સામાન્ય જનતા માટે તો નવું છે, પણ ભઈ બડે બડે લોગ, બડ્ડી બડ્ડી બાતેં…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button