પાર્ટીમાં Anant Ambani એ પહેરી આટલી મોંઘી ઘડિયાળ? કિંમત એટલી કે…
અનંત અંબાણી (Anant Ambani) હંમેશાથી જ પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો હોય છે. હવે ફરી એક વખત 22 કરોડ રૂપિયાની મોંઘીદાટ ઘડિયાળ પહેરીને લાઈમલાઈટમાં આવી ગયો છે. હવે તમને થશે કે ભાઈ રૂપિયા 22 કરોડની ઘડિયાળ એવું તે શું ખાસ છે? ચાલો આજે તમને આ ઘડિયાળ અને તેની ખાસિયત વિશે જણાવીએ-
સૌથી પહેલાં તો તમને જણાવી દેવાનું કે લક્ઝરી ઘડિયાળ બનાવતી જાણીતી સ્વિસ કંપની રિચર્ડજ મિલી ફરી એક વખત લાઈમલાઈટમાં છે.
ભારત અને એશિયાની સૌથી મોટા જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ના દીકરા અનંત અંબાણીએ એક આઉટિંગ દરમિયાન આ જ બ્રાન્ડની આરએમ 52-04 સ્કલ બ્લ્યુ સફાયર ઘડિયાળ પહેરી હતી. આ ઘડિયાળનો સમાવેશ દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળમાં કરવામાં આવે છે. આઈસ ક્યુબ જેવી દેખાતી આ ઘડિયાળના ત્રણ જ મોડલ બનાવવામાં આવ્યા હતા. આ ઘડિયાળની કિંમત તો 26,25,000 ડોલર એટલે કે આશરે 22 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો : 55 વર્ષની આ એક્ટ્રેસે જણાવ્યો સદાય જુવાન રહેવાનો નુસખો, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
આ વોચની ખાસિયત વિસે વાત કરીએ તો આ વોચ કેટલી મજબૂત છે એ જણાવવા માટે કંપનીના વડા પાર્ટી અને ઈવેન્ટમાં જઈને આ ઘડિયાળ જમીન પર ફેંકી-ફેંકીને ડેમોન્સ્ટ્રેશન આપતા હતા. એના પરથી લોકોને અંદાજો આવી જતો હતો કે આ ઘડિયાળ કેટલી ટકાઉ છે.
આ લક્ઝુરિયસ બ્રાન્ડની ઘડિયાળ દુનિયાભરમાં લક્ઝરીનું પ્રતિક માનવામાં આવે છે. આ કંપની આખા વર્ષમાં 5,300 ઘડિયાળ બનાવે છે અને એની એવરેજ કોસ્ટ 2,50,000 ડોલર છે. રાફેલ નડાલ સહિત દુનિયાભરમાં અનેક એથલિટ આ બ્રાન્ડની ઘડિયાળ પહેરે છે. આ સાથે સાથે જ ફેરેલ વિલિયમ્સ અને આઈસ-ટી જેવા ધૂરંધર મ્યુઝિશિયનના કાંડા પર પણ આ ઘડિયાળ જોવા મળે છે. આ ઘડિયાલ તેની અલગ લૂકને કારણે દુનિયામાં સૌથી અલગ દેખાય છે.
જોકે, આ પહેલી વખત નથી કે અનંત અંબાણીએ આટલી લક્ઝુરિયસ વોચ પહેરેલો જોવા મળ્યો હોય. અનંત પાસે લક્ઝુરિયસ વોચનું મોટું કલેક્શન છે. તે અવારનવાર અલગ અલગ ઈવેન્ટમાં લક્ઝુરિયસ વોચ ફ્લોન્ટ કરતો જોવા મળે છે અને એને કારણે તે ચર્ચામાં રહે છે. તમે પણ અનંત અંબાણીની 22 કરોડ રૂપિયાની વોચ ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો…
અત્રે ઉલ્લેખનીય છે કે અનંત અંબાણીએ પોતાના લગ્નમાં અણવર બનનારા બી-ટાઉનના સેલેબ્સને રિટર્ન ગિફટ તરીકે 2-2 કરોડની બ્રાન્ડેડ લક્ઝુરિયસ વોચ ગિફ્ટમાં આપી હતી.