Anant-Radhika તો જાણે ઢીંગલા-ઢીંગલી, જુઓ આપણા મુકેશભાઈ અને નીતાભાભીનાં નાનકાના લગ્નના વીડિયો
મનોરંજન

Anant-Radhika તો જાણે ઢીંગલા-ઢીંગલી, જુઓ આપણા મુકેશભાઈ અને નીતાભાભીનાં નાનકાના લગ્નના વીડિયો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બે પ્રિ વેડિંગ સેરેમની અને ત્યારબાદના પારંપારિક પ્રસંગો દરમિયાન બન્ને વરવધુ એકદમ ફ્રેશ, ગાઢ મિત્રો જેવા અને મેઈડ ફોર ઈચ અધર હોય તેમ લાગે છે. આપણી દેશી ભાષામા રામ મિલાઈ જોડી કહીએ તો પણ ખોટું નથી.

હવે ગઈકાલો બાન્દ્રાના જીયો કન્વેન્શન હૉલ ખાતે બન્ને ખૂબ જ ધામધૂમથી લગ્નગ્રંથીથી જોડાયા છે ત્યારે તેમના વીડિયો એક પછી એક વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં રાજકુમાર લાગતો અનંત અબાણી અને પરી જેવી લાગતી રાધિકાને જોઈને સૌ કોઈની આંખો ઠરે છે. અંબાણી પરિવારના સભ્યોની નમ્રતા અને પરિવારનું બોન્ડિંગ પણ સૌ કોઈને ગમી ગયું છે.

લગ્નમાં હાર પહેરામણીથી માંડી ચોરી ફેરા સુધીના વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં અનંત અને રાધિકા જાણે ઢીંગલો અને ઢીંગલી હોય તેમ લાગી રહ્યુ છે અને તે બન્નેની ક્યૂટનેસ પણ દેખાઈ આવે છે.

View this post on Instagram

A post shared by Indian Express Entertainment (@ieentertainment)

બીજી બાજુ બોલીવૂડ આખું આ લગ્નમાં બારાતી બની ગયું હતું અને શાહરૂખ ખાન, સલમાન ખાન, પ્રિયંકા ચોપરાથી માંડી તમામ જાનૈયાઓએ નાચી નાચીને ધૂમ મચાવી દીધી હતી.

તમે પણ જૂઓ વીડિયો કે આપણા ગુજરાતી મુકેશભાઈ અને નીતાભાભીના નાનકાના લગ્ન કેવા થયા.

Back to top button