Anant Ambaniને કારણે આફ્રિકન હાથીઓને મળશે જીવતદાન, જાણો કઈ રીતે…
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લાડકવાયા અનંત અંબાણીનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ અને એમાં પણ ખાસ કરીને હાથીઓ પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. આ જ વર્ષે ગુજરાતના જામનગર ખાતે અનંત અંબાણીએ હાથીઓ માટેનું એક રેસ્ક્યુ સેન્ટર શરૂ કરું છે, જ્યાં અનંત અને રાધિકાનું પ્રિ-વેડિંગ ફંક્શન પણ યોજાયું હતું. હવે અનંત અંબાણી ત્રણ હાથીઓને જીવતદાન આપવામાં નિમિત્ત બની રહ્યા છે. ચાલો જોઈએ કઈ રીતે-
વાત જાણે એમ છે કે ગુજરાતના જામનગર સ્થિત વનતારામાં ત્રણ આફ્રિકન હાથીઓ લાવવામાં આવી રહ્યા છે. આ હાથીઓમાં બે માદા અને એક નરનો સમાવેશ થાય છે અને એમની ઉંમર 28થી 29 વર્ષની વચ્ચે છે. ટ્યુનિશિયાના એક પ્રાઈવેટ ઝૂ દ્વારા વનતારાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું કે પૈસા અભાવે તેઓ હાથીનું ભોજન, રહેવાનું અને મેડિકલ ટ્રીટમેન્ટ કરવામાં સક્ષમ છે.
આ પણ વાંચો :મુકેશ અંબાણીની આ કંપનીના શેર ખરીદવાની ઉત્તમ તક… ભાવમાં થયો તીવ્ર ઘટાડો !
આ હાથીના નામ અચટમ, કાની અને મીના છે. આચટમ દાંત સંબંધિત સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને એને સારવારની જરૂર છે. જ્યારે કાનીને નખમાં તિરાડો પડી રહી છે. હાલમાં આ હાથીએ ખરાબ હવાવાળા કોંક્રિટના મકાનમાં રહે છે જે એમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બંને માટે સારું નથી.
હવે આ ત્રણેય હાથી લાંબી મુસાફરી કરીને ગુજરાતના જામનગર ખાતે આવેલા વનતારા પહોંચશે. જ્યાં તેમને સારું જીવન આપવામાં આવશે અને તેમની સારવાર કરાવવામાં આવશે. આશા કરીએ કે વનતારા આ ત્રણે હાથીઓ માટે જીવનનો એક નવો અધ્યાય લખવામાં નિમિત્ત બને.