રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ: જાણો ‘આનંદ મઠ’ ફિલ્મ અને ગીતની ગૌરવગાથા

ભારતમાં કેટલાક ગીતો એવા છે જેના કારણે દરેક ભારતીય ગૌરવ અનુભવે છે. કેટલાક ગીતોએ દેશના ગૌરવ અને ગૌરવને વધારવામાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આમાંથી અમુક ગીતો એવા પણ છે કે, બાદમાં બોલીવુડ એટલે કે હિંદી ગીતોનો ભાગ બન્યાં છે.
આમાંથી એક ગીત છે આપણું રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’. વંદે માતરમ્ સાંભળ્યાં પછી દરેકના મનમાં એક અનેરો ઉત્સાહ આવી જાય છે. આ ગીત ‘વંદે માતરમ્’ને આજે 150 વર્ષ પૂર્ણ થઈ ગયાં છે. 150 વર્ષમાં અનેક સરકારો આવી અને ગઈ, અનેક લોકો સત્તામાં આવ્યાં અને માટીમાં ભળી ગયાં પરંતુ આ ગીતની શૌર અને શાનમાં કોઈ ફરક આવ્યો નથી.
આપણ વાચો: નહેરુએ ‘વોટબેન્ક’ માટે ‘વંદે માતરમ્’ ગીત ટૂંકાવ્યું: ભાજપના કોંગ્રેસ પર ગંભીર આરોપો
‘વંદે માતરમ્’ને આજે 150 વર્ષ પૂર્ણ થઈ ગયાં
ભારત માટે ગૌરવની વાત એ છે કે, 2003 માં આ ગીત બીબીસી વર્લ્ડ સર્વિસના ટોપ ટેનમાં પણ સ્થાન મેળવ્યું હતું. તો ચાલો જાણીએ આ ગીતનો કેટલી ફિલ્મોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પણ આ ગીત શરૂ થાય છે, ત્યારે આપણે જગ્યા પર ઊભા થઈ જઈએ છીએ. ભલે કોઈ પણ કામ કરી રહ્યાં હોઈએ પરંતુ આ ગીતના માનમાં પગ અને હાથ બન્ને થંભી જાય છે.
આનંદ મઠ પરથી બનાવાઈ હતી ફિલ્મ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, 1952માં એક હિન્દી રિલીઝ થઈ હતી. જેનું નામ છે આનંદ મઠ. આ ફિલ્મ માત્ર ઐતિહાસિક ડ્રામા તરીકે જ નહીં, પણ ભારતના સ્વતંત્રતા ચળવળના પ્રતીક તરીકે પણ રજૂ થઈ હતી, તેને સ્વતંત્રતાની ભાવનાનું પ્રતીક માનવામાં આવે છે. હેમંત કુમારે આ ફિલ્મમાં સંગીત આપ્યું હતું.
આ ફિલ્મને 1882માં પ્રકાશિત થયેલી બંકિમચંદ્ર ચેટર્જીની પ્રખ્યાત બંગાળી નવલકથા આનંદ મઠ પરથી બની હતી. આ ફિલ્મને તે વખતે ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મનું સૌથી પ્રખ્યાત ગીત, ‘વંદે માતરમ્’, આજે પણ દરેક ભારતીયના મનમાં ગુંજતું રહે છે.
આપણ વાચો: Explainer: ‘વંદે માતરમ્’@150: આઝાદીની ચળવળમાં આ ગીત કેવી રીતે બન્યું ક્રાંતિકારીઓનું પ્રેરણાસ્ત્રોત?
વિશ્વના ટોચના 10 ગીતોમાં બીજા ક્રમે
ફિલ્મ આનંદ મઠમાં લતા મંગેશકરે‘વંદે માતરમ્’ આ ગીત ગાયું હતું. જેને 2003માં, બીબીસી વર્લ્ડ સર્વિસના સર્વેમાં તેને વિશ્વના ટોચના 10 ગીતોમાં બીજા ક્રમે રાખવામાં આવ્યું હતું. આ ગીતને આજે 150 વર્ષ પછી પણ જ્યારે પણ આપણે તેને સાંભળીએ છીએ ત્યારે તે જ દેશભક્તિના ઉત્સાહને પ્રેરણા આપે છે.

આનંદ મઠ ફિલ્મમાં ભારતનો એવો સમય દર્શાવવામાં આવ્યો છે, જ્યારે ભારત અંગ્રેજોની ગુલામીમાં જીવી રહ્યું હતું. આ ફિલ્મમાં સાધુ અને સન્યાયી કેવી રીતે માતૃભૂમિની રક્ષા માટે હથિયાર ઉઠાવે છે તેને દર્શાવવામાં આવ્યું હતું.
હેમેન ગુપ્તના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ આનંદ મઠમાં ગીતા બાલી, પૃથ્વીરાજ કપૂર, પ્રદીપ કુમાર, અજિત, ભારત ભૂષણ અને રંજન દેશમુખએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે સાથે ફિલ્મમાં જાનકીદાસ મેહરા હતા.



