આ એક્ટ્રેસે ઈટલીમાં લોન્ગ ટર્મ બોયફ્રેન્ડ સાથે ઈટલીમાં કરી લીધા ગૂપચૂપ લગ્ન અને…
બોલીવૂડ એક્ટ્રેસ એમી જેક્સન (Amy Jackson)એ હાલમાં જ પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ એડ વેસ્ટવિક સાથે લગ્ન કરીને આ ન્યુઝ ફેન્સ સાથે શેર કર્યા હતા. બંનેએ ક્રિશ્ચિયન રીતિ-રિવાજોથી લગ્ન કર્યા હતા. કપલના લગ્નના આ ફોટો સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. આ ફોટોએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. આ ફોટોમાં લિપલોક અને ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. આ સિવાય કપલની ક્રુઝ પાર્ટીના ફોટો પણ સામે આવ્યા છે.
આ પણ વાંચો: ભારે ટ્રોલિંગ બાદ મોહનલાલે લીધો મોટો નિર્ણય! એએમએમએના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું
એમિ જેક્સને એડ વેસ્ટવિક સંગ ઈટલીમાં ગ્રાન્ડ વેડિંગ કરી હતી. બંનેએ લગ્ન બાદ ક્રૂઝ પર પાર્ટી કરી હતી અને એના ફોટો એક્ટ્રેસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. આ ફોટોમાં ન્યુલી વેડ કપલ પોતાના ફ્રેન્ડ અને ફેમિલી સાથે સેલિબ્રેટ કરતાં જોવા મળ્યું હતું. આ ફોટોમાં કપલ એકબીજાના પ્રેમમાં ડૂબેલું દેખાઈ રહ્યું છે તો કેટલાક ફોટોમાં તે ડાન્સ કરતું પણ જોવા મળી રહ્યો છે.
એમીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલા એક ફેમિલી ફોટોમાં તેના ચહેરા પરથી ખુશી સાફ સાફ જોવા મળી રહી છે. આ સમયે એક્ટ્રેસે ડીપનેક સિલ્ક ગાઉન પહેર્યો હતો. સટલ મેકઅપ અને હેરસ્ટાઈલમાં બન બનાવીને તેમણે પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો.
આ પણ વાંચો: શ્રદ્ધાની સ્ત્રી-ટુએ બીજા અઠવાડિયે કેટલો કર્યો બિઝનેસ, જાણો અપડેટ
અત્રે ઉલ્લેખનીય છે કે એમી જેક્સન અને એડ વેસ્ટવિકે 23મી ઓગસ્ટના લગ્ન કર્યા હતા. બંને જણ છેલ્લાં કેટલાય સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને આખરે બંનેએ લગ્ન કરી લીધા છે.