Aishwarya-Aradhyaના પરત ફર્યા બાદ બીગ બીની ઈમોશનલ પોસ્ટ થઈ વાયરલ
હાલમાં બોલીવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન પારિવારિક સમાચારોને લીધે લાઈમલાઈટમાં છે. દીકરા અભિષેક અને પુત્રવધુ ઐશ્વર્યા બચ્ચનના સંબંધોને લઈને રોજ કંઈક ને કંઈક ખબરો આવતી રહે છે. આ બધા વચ્ચે કોઈપણ ઘટનાને તેમના વણસી રહેલા સંબંધો સાથે જોડી દેવામાં આવે છે. આવું જ કંઈક બન્યું છે. બે દિવસ પહેલા દીકરી સાથે અમેરિકાના પ્રવાસે ગયેલી ઐશ્વર્યા રાય પરત ફરી ત્યારે પાપારાઝીઓએ તેને ઘેરી હતી અને તેની તસવીરો અને વીડિયોએ ધૂમ મચાવી હતી. ત્યારે હવે સસરા અમિતાભ બચ્ચને પોતાના ટ્વીટર પર એક પોસ્ટ લખી છે. આ પોસ્ટને આમ તો એશ સાથે કોઈ સંબંધ નથી, પરંતુ આખો પરિવાર ભાવનાત્મક વાતાવરણમાંથી પસાર થઈ રહ્યો છે, તેમ લાગે છે ત્યારે આ પોસ્ટ ઘણુ કહી જાય છે.
આ પોસ્ટ તેમના શરૂ થયેલી કેબીસીની 16મી સિઝન રિલેટેડ છે. બચ્ચને લખ્યું છે કે કેબીસીનું શૂટિંગ લાંબુ ચાલે છે…પણ ભાગ લેતા સ્પર્ધકો સાથેની વાતો મને ઊંડી લાગણીઓ અને રોમાંચથી ભરી દે છે.
બચ્ચનની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. અગાઉ પણ તેમણે પોતે દોડી રહ્યા હોય તેવી તસવીર શેર કરી લખ્યું હતું કે હજુ કામ માટે ભાગી રહ્યો છું. બચ્ચન 81 વર્ષના હોવા છતાં તેઓ ખૂબ જ વ્યસ્ત રહે છે અને તેમનો ચાર્મ હજુ પણ એવો જ છે.
વાત એશ અને અભિના સંબંધોની કરીએ તો કપલ આ મામલે કંઈ બોલતું નથી, પરંતુ એક સમયે અમિતાભની ખૂબ જ નજીક એવી વહુ એશ સાથે પણ બીગ બીએ એક અંતર જાળવ્યું હોવાનું જણાઈ છે. આપણે ઈચ્છીએ કે બચ્ચન પરિવાર ફરી એક થાય અને આ બધી અટકળો અફવાઓ સાબિત થાય.