મનોરંજન

હાર જાઓ તો અપને હી પીછે છોડ જાતે હૈ… Amitabh Bachchanની પોસ્ટ થઈ રહી છે વાઈરલ, કોની સામે છે ઈશારો…

બોલીવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 83 વર્ષે પણ સોશિયલ મીડિયા અને પ્રોફેશનલ લાઈફમાં ખૂબજ એક્ટિવ રહે છે. હવે બિગ બીફરી એક વખત માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સ અને બ્લોગ પર એક્ટિવ થઈ ગયા છે. પહલગામ આંતકવાદી હુમલા બાદ દિવસો સુધી ખાલી બ્લોગ નંબર પોસ્ટ કર્યા બાદ હવે એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં બિગ બીએ લખ્યું છે કે હાર જાઓ તો અપને હી પીછે છોડ જાતે હૈ… બિગ બીએ આખરે આવું કેમ કહી રહ્યા છે એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચને પોતાના લેટેસ્ટ બ્લોગમાં દિવંગત પિતા અને કવિ હરિવંશરાય બચ્ચનનની કવિતા શેર કરી છે જે સંબંધો અને જીવનમાં હાર-જિત વિશે છે. બિગ બીએ પોતાના બ્લોગમાં શરીર અને ઉંમરને લઈને પણ એક લાંબી લચક પોસ્ટ કરી હતી.

અમિતાભ બચ્ચને પોતાના ટ્વીટમાં પિતાની આ કવિતા શેર કરી છે. કવિતા કંઈક આ પ્રમાણે છે-

एक अजीब सी दौड है ये जिंदगी,
जीत जाओ तो कई
अपने पीछे छूट जाते हैं और
हार जाओ तो अपने ही पीछे छोड जाते हैं…

-हरिवंश राय बच्चन


બિગ બીની આ પોસ્ટ પર યુઝર્સ જાત જાતની રિએક્શન આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ હરિવંશ રાય બચ્ચનની આ કવિતાના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક લોકો બિગ બીની આ પોસ્ટને અભિષેક બચ્ચનની અસફળતા અને ફેમિલીમાં પડેલાં ભંગાણને જોડીને જોઈ રહ્યા છે. બિગ બીએ પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે ક્યારેક ક્યારેક શરીર પોતે ખુદ જ મનોભાવો પર હાવી થઈ જાય છે અને આદેશ આપે છે આરામ કરો… તો જેટલું થઈ શકતું હતું એટલું કર્યું, પછી મેં સમર્પણ કરી દીધું અને એ જ કર્યું જે શરીરે ઈચ્છ્યું અને પછી શરીરે મને જણાવ્યું કે અસલી માલિક કોણ છે? શ્રી શરીર…

અમિતાભ બચ્ચને આગળ જણાવ્યું હતું કે પરંતુ એ પહેલાં એણે મને સમય અને એના પસાર થવાના કારણોનો એક સબક મળ્યો. એ સમયનું કામ અને હવે શું થઈ ગયું છે. 83 વર્ષે મારી પાસે દલીલ કરવા માટે ઘણું બધું હોય છે, પણ મંચને એક ચોક્કસ ગંભીરતાની જરૂર હોય છે.

આપણ વાંચો:  Happy Birthday: સોનાક્ષીના જન્મથી શત્રુધ્ન નારાજ છે તેવું માતાને કેમ લાગ્યું હતું?

અમિતાભ બચ્ચનની આ પોસ્ટ પર નેટિઝન્સ જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે. બિગ બી લાંબા સમયથી પોસ્ટમાં માત્ર નંબર લખીને પોસ્ટ કરી રહ્યા હતા જેને કારણે ફેન્સ મૂંઝાઈ ગયા હતા. હવે આટલા દિવસો બાદ બિગ બીએ કરેલી આ પોસ્ટને ફેન્સ તેમના પારિવારિક વિખવાદો સાથે જોડીને જોઈ રહ્યા છે.

જોકે, બિગ બીએ આ પોસ્ટના માધ્યમથી કોના પર નિશાનો સાધ્યો છે એ તો તેઓ જ કહી શકશે, બાકી આપણે તો ખાલી અટકળો જ લગાવી શકીએ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button