Amitabh Bachchan ફિલ્મો સિવાય બીજે ક્યાંથી કરે છે તગડી કમાણી, જાણો આવકના સ્ત્રોત?

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 82 વર્ષની વયે પણ સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયાની કમાણીના આંકડા તો જાણવા મળ્યા નથી, પરંતુ વિવિધ માધ્યમોમાં સક્રિય રહીને પણ જોરદાર કમાણી કરી લે છે. તાજેતરમાં તે પોતાની ફિલ્મને લઈને નહીં પરંતુ ટેક્સને લઈને ચર્ચામાં છે.
હકીકતમાં અહેવાલો અનુસાર શાહરૂખ ખાન, પ્રભાસ સહિતના ઘણા સ્ટાર્સને પાછળ છોડીને બિગ બી આ વર્ષે સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી બની ગયા છે. તમે તેમની નેટવર્થ જાણીને ચોંકી જશો. અમે તમને એ પણ જણાવીશું કે અમિતાભનીની જંગી આવક ક્યાંથી આવે છે.
અમિતાભ બચ્ચન દીકરા અભિષેક સાથે મળી સૌથી વધારે રોકાણ કરે છે આ સેક્ટરમાં અને કમાણી તો અધધધ…
‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર અમિતાભ બચ્ચન આજે ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરનારા અભિનેતા છે. અમિતાભ બચ્ચનની કુલ સંપત્તિ 1,600 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ચાલો જાણીએ બિગ બી ક્યાંથી કરે છે આટલી મોટી કમાણી.
1) અમિતાભ બચ્ચને વર્ષ 1995માં એક એન્ટરટેઈનમેન્ટ કંપની શરૂ કરી હતી. જેનું નામ એબી કોર્પોરેશન છે. જેમાં ‘મેજર સાબ’, ‘પા’, ‘સરકાર 3’ અને ‘ઘૂમ-ર’ જેવી ફિલ્મો બની છે. બિગ બી આમાંથી ઘણી કમાણી કરે છે.
2) જાહેરાતઃ અમિતાભ બચ્ચન બ્રાન્ડની જાહેરાત દ્વારા સારી કમાણી કરે છે. રિપોર્ટ અનુસાર, તે એક જાહેરાત માટે લગભગ 5-8 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
3) રિયલ એસ્ટેટમાં રોકાણઃ અમિતાભ બચ્ચન પાસે રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો છે. મુંબઈમાં પાંચ બંગલા ઉપરાંત, અભિનેતાની વિશ્વભરમાં ઘણી મિલકતો છે. આમાંથી ઘણી ભાડા પર આપી છે. આ તેમની આવકનો સારો સ્ત્રોત પણ છે.
4) બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટઃ બહુ ઓછા લોકો જાણતા હશે કે અમિતાભ બચ્ચને વર્ષ 2013માં જસ્ટ ડાયલનો 10 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ સિવાય તેણે ઘણી કંપનીઓમાં પણ પોતાની સંપત્તિનું રોકાણ કર્યું છે.
5) ટેલિવિઝનઃ અમિતાભ બચ્ચન સૌથી વધુ કમાણી કરનારા ભારતીય હોસ્ટમાંના એક છે. તે ઘણા વર્ષોથી રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ સાથે જોડાયેલા છે. આ માટે તેઓ ભારે ફી પણ વસૂલે છે.
6) એનએફટીઃ અમિતાભ બચ્ચન નોન-ફંજીબલ ટોકન (એનએફટી) ક્ષેત્રમાં પગ મૂકનારા પ્રથમ સ્ટાર છે. મીડિયાના અહેવાલ અનુસાર બિગ બીનું એનએફટી કલેક્શન વર્ષ 2021માં ઓનલાઇન બિડિંગ દ્વારા આશરે રૂ. 7.18 કરોડમાં વેચાયું હતું.