Amitabh Bachchan કંટાળીને ઈન્ડિયા છોડીને આ સુંદર દેશમાં વસ્યા? જાણો કોણે કર્યો ખુલાસો?

બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 83 વર્ષેય રીલ લાઈફ અને રિયલ લાઈફમાં પણ એક્ટિવ રહે છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી આ બચ્ચન પરિવાર પારિવારિક વિખવાદને કારણે ચર્ચામાં આવી રહ્યો છે, ત્યારે હેડિંગ વાંચીને તમને એવું લાગ્યું હશે કે આ બધાથી કંટાળીને કદાચ બિગ બી દેશ છોડીને જતા રહ્યા હશે તો બોસ એવું નથી. કહાની મેં ટ્વીસ્ટ હૈ. ચાલો તમને આખી સ્ટોરી જણાવીએ-

83 વર્ષેય બોલીવૂડમાં એક્ટિવ અમિતાભ બચ્ચન પોતાની એનર્જી અને પેશનથી ફેન્સને ચોંકાવી દે છે. પરંતુ શું તમને ખબર છે કે એક સમય એવો પણ આવ્યો હતો કે બિગ બી એક્ટિંગથી કંટાળી ચૂક્યા હતા અને આ જ કારણે તેઓ દેશ પણ છોડીને જતા રહ્યા હતા. આ વાતનો ખુલાસો બિગ બીના નજીકના મિત્ર અને સાઉથના સુપરસ્ટાર એવા રજનીકાંતે કર્યો હતો.
1969માં બિગ બીએ ફિલ્મ સાત હિન્દુસ્તાનીથી એક્ટિંગની શરૂઆત કરી હતી અને આજે પણ તેઓ પોતાના જાદુથી ફેન્સને ઘેલું લગાવે છે.
પરંતુ અમિતાભ બચ્ચનના ફિલ્મી કરિયરમાં એક સમય એવો પણ હતો કે જ્યારે તેમણે એક્ટિંગ છોડી દીધી હતી. એટલું જ નહીં પણ તેમણે તો દેશ પણ છોડી દીધો હતો. આશરે બે વર્ષ માટે બિગ બી ભારતથી 6800 કિલોમીટર દૂર સ્વિટર્ઝલેન્ડમાં એકલા રહ્યા હતા. રજનીકાંતે ખુદ આ વાતનો ખુલાસો એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બી અને રજનીકાંત ખૂબ જ સારો બોન્ડ શેર કરે છે. બિગ બીને રજનીકાંત ખૂબ જ માન આપે છે અને પોતાનો રોલ મોડલ પણ માને છે. સામે પક્ષે અમિતાભ બચ્ચન પણ રજનીકાંતને ખૂબ જ પ્રેમ કરે છે અને બંને દિગ્ગજ પડદા પર સાથે જોવા મળી ચૂક્યા છે. 2024માં પણ ફિલ્મ વૈટ્ટયનમાં સાથે જોવા મળ્યા હતા. આ જ સમયે રજનીકાંતે બિગ બીને લઈને આ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

રજનીકાંતે જણાવ્યું હતું કે બિગ બી બોલીવૂડથી કંટાળી ચૂક્યા હતા અને તેઓ ઈન્ડિયા છોડીને સ્વિટર્ઝલેન્ડમાં એક એપાર્ટમેન્ટ ખરીદીને બે વર્સ, સુધી એકલા રહેતાં હતા. તેઓ પોતાના બધા કામ જાતે જ કરતાં હતા. બે વર્ષ બાદ તેઓ પાછા ફર્યા હતા. એક વાત તો માનવી પડશે કે બિગ બી 83 વર્ષે પણ 10-10 કલાક કામ કરે છે.
આપણ વાંચો : Rekha-Amitabh Bachchan ની લવસ્ટોરી પર આ વ્યક્તિએ મૂક્યું પૂર્ણવિરામ, કોણે કર્યો ચોંકાવનારો ખુલાસો…