ગઈકાલે IPL-2024ની ફાઈનલ્સમાં KKR Vs SRHની ટીમો ટકરાઈ હતી અને એમાં SRHની ટીમને પરાજિત કરીને KKRની ટીમ ત્રીજી વખત ચેમ્પિયન બની ગઈ. બોલીવૂડના રોમેન્સ કિંગ Shahrukh Khanની ટીમને 10 વર્ષ બાદ ગઈકાલે ફરી એક વખત ટ્રોફી ઉંચકવાનો મોકો મળ્યો. પરંતુ આપણે અહીં વિનિંગ ટીમ નહીં પણ લૂઝિંગ ટીમ વિશે વાત કરવાના છીએ.
સોશિયલ મીડિયા પર SRHની ટીમની માલિક કાવ્યા મારાન (Kavya Maran)ના હારથી આંસુ લૂંછતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. હવે આ વીડિયો પર બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Bollywood Megastar Amitabh Bachchan)નું રિએક્શન પણ આવ્યું છે. બોલીવૂડના મહાનાયકે KKRની જિત પર ખુશી તો વ્યક્ત કરી હતી અને પણ ફાઈનલ્સ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ની હાર પર બિગ બીએ દુઃખ વ્યક્ત કર્યું છે. બિગ બીનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે.
વાત જાણે એમ છે કે SRHની હાર બાદ ટીમની માલિક કાવ્યા મારન રડી પડી હતી અને આંસુ લૂંછતો તેનો વીડિયો ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. કાવ્યા મારનની આંખોમાં આંસુ જોઈને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) દુઃખી થયા હતા.
બિગ બીએ પોતાના બ્લોગમાં આ વિશે વાત કરી હતી અને લખ્યું હતું કે IPLની ફાઈનલ થઈ ગઈ KKRએ શાનદાર જિત હાંસિલ કરી છે, પણ સનરાઈઝર્સ હૈદરાબાદની હાર ખૂબ જ નિરાશાજનક રહી છે, કારણ કે SRHની ટીમ એક શાનદાર ટીમ છે. આ ટીમે અત્યાર સુધીની લીગમાં ગ્રાન્ડ પર્ફોર્મન્સ આપ્યું હતું. પરંતુ આ બધા વચ્ચે સૌથી ટચિંગ તો એક યંગલેડીને જોવાનું હતું. SRHની ઓનર ટીમની હાર બાદ સ્ટેડિયમમાં ઈમોશનલ થઈ ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ભલે કેમેરો સામે આવતા જ તેણે ભલે એને પીઠ દેખાડી હોય કે જેથી તેના ઈમોશન્સ કોઈને ના દેખાય. મને એના માટે ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે.
આગળ પોતાના બ્લોગમાં કાવ્યા મારન માટે લખ્યું હતું કે કોઈ વાંધો નહીં ડિયર… કાલે એક અલગ દિવસ ઉગશે. SRHની ટીમની માલિક કાવ્યા મારન માટે બિગ બીએ લખેલી આ પોસ્ટ ફેન્સના દિલ પણ જિતી રહી છે.
Taboola Feed