મનોરંજન

Amitabh Bachchanની કઈ ઈચ્છા અધૂરી રહી ગઇ છે? KBCમાં જણાવ્યું કે….

કૌન બનેગા કરોડપતિ 16 ‘ ઘણા સમયથી સમાચારોમાં છે. તાજેતરમાં, શોને તેનો આ સિઝનનો પહેલો કરોડપતિ મળ્યો હતો, જેણે આ સિઝનના ઇતિહાસમાં 1 કરોડ રૂપિયા જીતીને પોતાનું નામ નોંધાવ્યું. આ શો લોકોને ઘણો પસંદ આવે છે. શોના સમય દરમિયાન લોકો પરિવારસહ ટીવી સામે જડાઇ જાય છે. હોટસીટ પર બેઠેલા ખેલાડીની સાથએ સાથે ટીવી દર્શકો પોતાનું જ્ઞાન પણ ચકાસી લેતા હોય છે. હવે ચાહકો એ જાણવાની રાહ જોઈ રહ્યા છે કે શોમાં બીજો કરોડપતિ કોણ હશે? વેલ, શો દરમિયાન અમિતાભ બચ્ચન સ્પર્ધકો સાથે હસતા અને મજાક કરતા જોવા મળે છે.

ઘણી વખત કન્ટેસ્ટન્ટ સાથે વાતચીત દરમિયાન અમિતાભ બચ્ચન પોતાની લાગણીઓને ખુલ્લેઆમ શેર કરે છે. અમિતાભ બચ્ચને ફરી કંઈક આવું જ કર્યું છે. તાજેતરમાં એક એપિસોડ દરમિયાન, બિગ બીએ તેમની એક ઇચ્છાનો ઉલ્લેખ કર્યો હતો. આપણે આ વિશે જાણીએ.

‘કૌન બનેગા કરોડપતિ’ હોટસીટ પર બેઠેલા ખેલાડીઓની વાતોને પણ અમિતાભ બચ્ચન રસપૂર્વક સાંભળે છે અને જરૂર પડે સલાહસૂચન કે મજાક પણ કરી લે છે. આવા જ એક એપિસોડમાં દર્શકો પંજાબના બુધલાડાની સ્પર્ધક નેહાને મળ્યા હતા. નેહાએ માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી છે અને હવે તે સૈનિક બનવાની ઈચ્છા ધરાવે છે. નેહાએ તેની ફિટનેસ રૂટિન વિશે પણ વિગતવાર વાત કરી હતી.

નેહાએ બિગ બીને તેમની ફિલ્મોમાં આર્મી ઓફિસરની ભૂમિકા ભજવવાના અનુભવ વિશે પણ પૂછ્યું હતું. આ સવાલનો જવાબ આપતા બીગ બીએ જણાવ્યું હતું કે તેમને સેનાનો યુનિફોર્મ સૌથી વધુ પસંદ છે. તેમના મતે સેનાનો યુનિફોર્મ પહેરવાથી દિલમાં શિસ્તની ભાવના આપોઆપ આવી જાય છે. તેમના મતે દરેકે તાલીમનો અનુભવ કરવા જીવનના ત્રણથી ચાર મહિના લશ્કરમાં પસાર કરવા જ જોઇએ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આટલી મોટી ઉંમરે પણ જો તેમને તક મળશે તો તે પોતાની મરજીથી ભારતીય સેનાનો ભાગ બનવા માંગશે. તેમના મતે લશ્કરમાં લોકોને ધીરજનો સાચો અર્થ શીખવા મળશે અને દરેક વ્યક્તિએ સૈન્યમાં જોડાવા વિશે વિચારવું જોઈએ.

Also Read –


Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button