મનોરંજન

હોસ્પિટલમાંથી રજા મળતાં જ ધર્મેન્દ્રને મળવા પહોંચ્યા અમિતાભ બચ્ચન? વીડિયો થયો વાઈરલ

બોલીવૂડના દિગ્ગજ કલાકાર ધર્મેન્દ્રને 10 દિવસ બાદ આજે હોસ્પિટલમાંથી રજા મળતાં મહાનાયક અમિતાભ બચ્ચન તેમને જાતે ડ્રાઈવ કરીને મળવા પહોંચ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ સમયે બિગ બી ઈલેક્ટ્રિક કાર ચલાવતાં જોવા મળ્યા હતા અને તેમણે ગ્રીન જેકેટ પહેરી હતી અને કેપ પહેરી હતી. બિગ બીને જોતા જ ફેન્સ તેમને ટોળે વળ્યા હતા. આવો જોઈએ શું છે ખાસ બીજું આ વાઈરલ વીડિયોમાં…

અહીંયા તમારી જાણ માટે કે ધર્મેન્દ્ર 12મી નવેમ્બરના હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈને ઘરે આવ્યા છે. છેલ્લાં કેટલાક સમયથી ધર્મેન્દ્ર બીમાર હતા અને તેઓ હોસ્પિટલમાં એડમીટ હતા. આજે જ તેમને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈને જુહૂવાળા બંગલા પર પહોંચ્યા હતા અને અહીં જ તેમની આગળની ટ્રીટમેન્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો : ધર્મેન્દ્રના સમાચાર સાંભળી અમિતાભ બચ્ચન સ્તબ્ધ! બિગ બીએ મોડી રાતે પોસ્ટ શેર કરીને…

બિગ બી ધર્મેન્દ્રને મળવા માટે જુહૂ ખાતેના બંગલે પહોંચ્યા હતા. આ સમયે તેઓ જાતે સેલ્ફ ડ્રાઈવ કરીને બંગલે પહોંચ્યા હતા અને આસપાસના લોકો બિગ બીને જોઈને ટોળે વળ્યા હતા. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જોકે, કેટલાક રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે બિગ બી ધર્મેન્દ્રને મળવા માટે પહોંચ્યા નહોતા, તેઓ તેમની ઘરની બાજુમાં જ જોવા મળ્યા હતા.

આ ઉપરાંત એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ધર્મેન્દ્રને ઈન્ફેક્શન થવાનો ડર છે અને એટલે ડોક્ટર્સે ધર્મેન્દ્રના પરિવાર અને તમામ લોકોને ધર્મેન્દ્રને નહીં મળવાની રિક્વેસ્ટ કરી છે. ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચન સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ ફિલ્મ શોલેને કલ્ટ ક્લાસિક ફિલ્મ હતી. આ ફિલ્મમાં જય અને વીરુની જોડી હિટ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : Amitabh Bachchanએ કેમ કહ્યું કે હા, હું ગામથી આવું છું, નાનો માણસ છું, હાથ જોડી માંગી માફી…

ધર્મેન્દ્ર અને અમિતાભજી બચ્ચને ફિલ્મ ગુડ્ડી, ચૂપકે ચૂપકેમાં પણ સાથે કામ કર્યું હતું. છેલ્લે તેઓ બંને ફિલ્મ રામ બલરામમાં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ 1980માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ વિજય આનંદે બનાવી હતી.

અમિતાભ બચ્ચનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો 83 વર્ષે બિગ બી સુપર એક્ટિવ છે અને તેઓ સતત કામ કરી રહ્યા છે. હાલમાં જ તેઓ કૌન બનેગા કરોડપતિની સિઝન હોસ્ટ કરી રહ્યા છે. આ શોમાં દર્શકો બિગ બીને ખૂબ જ પસંદ કરે છે. આ સિવાય તેઓ નિતેશ તિવારીની ફિલ્મ રામાયણમાં જોવા મળશે અને ફિલ્મ કલ્કી 2898 એડીની સિક્વલમાં પણ તેઓ જોવા મળશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button