મારો દીકરો મારો ઉત્તરાધિકારી નહીં હોય… Amitabh Bachchan ની ટ્વીટ વાઈરલ થતાં જ…

બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીમાંથી એક એટલે બચ્ચન પરિવાર. બચ્ચન પરિવાર તેમના સમૃદ્ધ વારસા, સંસ્કારો અને પ્રતિષ્ઠા માટે જાણીતું છે, પણ છેલ્લાં કેટલાક સમયથી આ પરિવારમાં પડેલી ફાટફૂટને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની એક ટ્વીટ વાઈરલ થઈ રહી છે, જેમાં તેમણે પોતાનો દીકરો તેમનો ઉત્તરાધિકારી નહીં હોય… એવું કહ્યું છે. બિગ બીની આ ટ્વીટને કારણે ફેન્સ ચોંકી ઉઠ્યા છે. આવો જાણીએ બિગ બી આ ટ્વીટથી શું કહેવા માંગે છે એ-

અમિતાભ બચ્ચન અને તેમના દીકરા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચે ખૂબ જ સ્ટ્રોન્ગ બોન્ડ જોવા મળે છે અને તેઓ દીકરા અભિષેકના વખાણ કરવાનો એક પણ મોતો છોડતા નથી. હજી કાલ સુધી દીકરા અભિષેકની ફિલ્મ બી હેપ્પીમાં તેણે કરેલાં અભિનયનના ગુણલા ગાતા બિગ બીની આ ટ્વીટે ફેન્સને મુંઝવણમાં મૂકી દીધા છે.
આ પણ વાંચો : ડિવોર્સને લઈને Aishwarya Rai-Bachchan એ આપ્યું રિએક્શન, કહ્યું એ વિશે…
બિગ બી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેમણે હાલમાં જ કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે મારા દીકરા, દીકરા હોવાને કારણે મારા ઉત્તરાધિકારી નહીં હોય, જે ઉત્તરાધિકારી હશે એ મારો દીકરો હશે. પૂજ્ય બાબુજીના શબ્દો અને અભિષેક તેને ખૂબ જ સારી રીતે નિભાવી પણ રહ્યા છે. નીચે પણ વાંચો. એક નવી શરૂઆત.
અમિતાભ બચ્ચનની આ ટ્વીટને કારણે ફેન્સ એકદમ ગૂંચવણમાં પડી ગયા છે અને તેઓ કમેન્ટ સેક્શનમાં જાત જાતના સવાલો કરી રહ્યા છે. વળી કેટલાક વધારે પડતાં હોંશિયાર યુઝર્સ તો એક્સના એઆઈ આસિસ્ટન્ટ ગ્રોકને જ આ ટ્વીટનો અર્થ પૂછી રહ્યા છે. એક યુઝરે બિગ બીની આ પોસ્ટમાં કમેન્ટ કરતાં જણાવ્યું છે કે ગ્રોક અહીં કવિ શું કહેવા માંગે છે. બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે ગ્રોક આ દરેક ટ્વીટમાં થાય છે.
ત્રીજા એક યુઝરે તો હદ કરી નાખી અને પૂછ્યું કે ગ્રોક, અમિતાભ બચ્ચનના ઉત્તરાધિકારી બનવા માટે મારે શું કરવું પડશે? કેટલાક લોકો બિગ બીની આ ટ્વીટને જુનિયર બચ્ચનની ફિલ્મ બી હેપ્પી સાથે પણ જોડીને જોઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અભિષેક બચ્ચન પોતાના કરિયરની શરૂઆતથી જ અમિતાભ બચ્ચન સાથેની સરખામણી અને પરિવારની લેગેસીને લઈને સવાલોનો સામનો કરી રહ્યો છે. વાત કરીએ જુનિયર બચ્ચનની વર્કફ્રન્ટની તો તેની ફિલ્મ બી હેપ્પી હાલમાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તે ઈનાયત વર્મા અને નોરા ફતેહી સાથે કામ કરતો જોવા મળી રહ્યો છે.