જવાનો સમય આવી ગયો છે પોસ્ટ પર આખરે Amitabh Bachchan એ કરી સ્પષ્ટતા, કહ્યું કે… | મુંબઈ સમાચાર

જવાનો સમય આવી ગયો છે પોસ્ટ પર આખરે Amitabh Bachchan એ કરી સ્પષ્ટતા, કહ્યું કે…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 83 વર્ષેય ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે અને તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ પોતાના ડે ટુ ડે લાઈફના અપડેટ્સ ફેન્સ સાથે શેર કરતાં રહે છે અને થોડાક દિવસ પહેલાં જ બિગ બીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેમણે જવાનો સમય આવી ગયો છે, એવું કહ્યું હતું. હવે બિગ બીએ આ પોસ્ટ બાબતે સ્પષ્ટતા કરી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ બિગ બી શું કહી રહ્યા છે આ વીડિયોમાં-

Also read : નોરા ફતેહીએ જ્યારે પિત્તો ગુમાવ્યો ત્યારે કોસ્ટારને થપ્પડ મારી દીધી હતી, હકીકત જાણો?

અમિતાભ બચ્ચનની જવાનો સમય આવી ગયો છે એ પોસ્ટ જોઈને ફેન્સ ચિંતામાં પડી ગયા હતા અને લોકો બિગ બી એક્ટિંગ અને ટીવી પરથી સંન્યાસ લઈ રહ્યા હોવાની અટકળો લગાવી રહ્યા હતા. પરંતુ બિગ બીએ હવે લોકપ્રિય કૌન બનેગા કરોડપતિ-16ના મંચ પરથી જ આ પોસ્ટ બાબતે સ્પષ્ટતા કરી છે.

સોશિયલ મીડિયા પર ચેનલ દ્વારા શોનો પ્રોમો શેર કરવામાં આવ્યો છે, જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે બિગ બી કેબીસીના સેટ પર હાજર ઓડિયન્સ સાથે ફન બેન્ટર કરી રહ્યા છે. એ સમયે જ એક ફેને બિગ બીને ટાઈમ ટુ ગો પોસ્ટ વિશે પૂછ્યું હતું. બિગ બીએ પૂછ્યું કેમ આ લાઈનમાં કંઈ ગડબડ છે કે?

બિગ બીના આ સવાલના જવાબમાં ફેને કહ્યું કે ક્યાં જવાની વાત કરી રહ્યા છો, તમે અહીંયાથી ક્યાંય ના જઈ શકો. આ સાંભળીને બિગ બી કહે છે અરે ગજબ કરો છો તમે તો. અહીંયાથી રાતે 12-1 વાગ્યે છૂટીને ઘરે જાઉં છું. બે-અઢી વાગ્યે ઘરે પહોંચું છું. જ્યારે સેટ પરથી ઘરે પાછો ફરી રહ્યો હતો એ સમયે આ પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે ટાઈમ ટુ ગો લખ્યું અને આટલું લખતા લખતા મને ઊંઘ આવી ગઈ…

Also read : અભિનેત્રી મોનાલિસાનો જુઓ બેડરુમનો બોલ્ડ અંદાજ, સોશિયલ મીડિયા પર લગાવી આગ

અમિતાભ બચ્ચનની આ સ્પષ્ટતા સાંભળીને ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બી છેલ્લે ફિલ્મ કલ્કી એડી 2898માં જોવા મળ્યા હતા. આ સિવાય તેઓ લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે.

Back to top button