મનોરંજન

અમિતાભ બચ્ચને કર્યું મહાકુંભમાં સ્નાન? ટ્વીટ જોઈને ફેન્સ અસમંજસમાં, યુઝર્સે કહ્યું…

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં હાલમાં મહાકુંભ-2025નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. 13મી જાન્યુઆરીથી શરૂ થયેલાં આ ભવ્ય આયોજનમાં અત્યાર સુધી અનેક શ્રદ્ધાળુઓએ ડૂબકી મારીને પાવન થઈ ગયા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નું એક ટ્વીટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. આજે બિગ બીએ કરેલા ટ્વીટથી યુઝર્સ અને ફેન્સ બંને જણ કન્ફ્યુઝ થઈ ગયા છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું બિગ બીએ-
બિગ બી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ. પોતાના રોજબરોજના જીવનની નાની મોટી વાતની અપડેટ્સ બિગ બી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરતાં હોય છે અને આવી જ એક પોસ્ટ બિગ બીએ આજે કરી છે. બિગ બીએ પોસ્ટ કરતાં લખ્યું છે કે महाकुंभ स्नान भवः…

અમિતાભ બચ્ચનના આ ટ્વીટને કારણે યુઝર્સ કન્ફ્યુઝ થઈ ગયા છે કે બિગ બી પણ મહાકુંભમાં સહભાગી થઈને ગંગા મૈયામાં ડૂબકી લગાવીને તો નથી આવ્યાને? યુઝર્સ બિગ બીની પોસ્ટ જોઈને ખુશ થઈ ગયા છે અને તેમને ઠંડીથી બચવા માટેની વિવિધ સલાહો આપી રહ્યા છે.

આ પણ વાંચો: MahaKumbh: આજે 3.5 કરોડ શ્રદ્ધાળુએ કર્યું સ્નાન, ત્રિવેણીસંગમ ભગવા રંગે રંગાયો, વીડિયો વાઈરલ

બિગ બીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. લાઈક્સ અને કમેન્ટ્સ કરીને યુઝર્સ આ પોસ્ટ પર પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કર્યું હતું કે તમે પણ ગયા કે નહીં? બીજા એક યુઝરે પોસ્ટ પર કમેન્ટ કરતાં લખી રહ્યા છે કે સર ઠંડી લાગી જશે, સંભાળીને રહો. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે સર મહાકુંભ તમારા પૈતૃક શહેરમાં છે. શું શાનદાર સુવિધા અને વ્યવસ્થા કરવામાં આવી છે. જયા મેમને પણ કહેજો.

આ પણ વાંચો: 70 વર્ષ પહેલાનો કુંભમેળો જોયો છે? આ રહ્યો વીડિયો જોઈલો…

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન હાલમાં કૌન બનેગા કરોડપતિની 16મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે. આ શોમાં અનેક કન્ટેસ્ટન્ટ પોતાની કિસ્મત અજમાવવા માટે આવી રહ્યા છે. ફિલ્મોની વાત કરીએ તો બિગ બી છેલ્લે તમિળ ફિલ્મ વેટ્ટિયનમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે સાઉથના સુપર સ્ટાર રજનીકાંત જોવા મળ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button