અમિતાભ બચ્ચનને શું થયું છે, ફેન્સે પૂછ્યું ડોક્ટર શું કહી રહ્યા છે, ક્યાં સુધી ઠીક થશો?

આપણામાંથી ઘણા લોકોને એવો અનુભવ થાય છે કે મનની વાત મોઢા સુધી ના આવી શકતી હોય. બસ મનમાં વાત ઘૂંટાયા કરતી હોય પણ તે કહેવાની હિંમત ના થતી હોય કે પછી કહેવાતી ના હોય. આવું જ કંઈક હાલમાં બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે પણ થઈ રહ્યું છે.
વાત જાણે એમ છે કે છેલ્લાં કેટલાક સમયથી બિગ બી દરરોજ પોતાની આદત પ્રમાણે ટ્વીટ તો કરી રહ્યા છે, પણ એ ટ્વીટમાં તેઓ કંઈ કહેવા માંગે છે પણ કંઈ કહી શકતા ના હોય એમ બ્લેન્ક પોસ્ટ કરી રહ્યા છે. હવે ફેન્સ આ વાતથી પરેશાન થઈ ગયા છે અને તેઓ બિગ બીના આવા વર્તનને લઈને જાત જાતની વાતો કરી રહ્યા છે. આવો જોઈએ શું કહી હ્યા છે ફેન્સ-82 વર્ષે પણ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેઓ અત્યાર સુધી તો પોતાની લાઈફની ડે ટુ ડે અપડેટ્સ ફેન્સ સાથે શેર કરતાં હતા.

પરંતુ જ્યારથી 22મી એપ્રિલના જમ્મુ કાશ્મીરના પહલગામ પર આંતકવાદી હુમલો થયો છે ત્યારથી બિગ બી કંઈ પણ લખ્યા વિના ખાલી નંબરવાળી પોસ્ટ કરી રહ્યા છે. ત્યારથી ફેન્સ એકદમ મૂંઝાઈ ગયા છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં બિગ બીએ 20 બ્લેન્ક ટ્વીટ પોસ્ટ કરી છે, અને એને કારણે ફેન્સ જાત જાતની અટકળો લગાવી રહ્યા છે. છેલ્લાં કેટલાક સમયથી બિગ બીનું આ વિચિત્ર વર્તન ફેન્સને ખાસ કંઈ પસંદ નથી આવી રહ્યું.
એક ફેને બિગ બીની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ડોક્ટર શું કહી રહ્યા છે? બીજા એક યુઝરે લખ્યું હતું કે પ્લીઝ કોઈ આમના ટ્વીટને ડીકોડ કરો, એમાં કોઈ સમસ્યા તો નથી ને? ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે આખરે એવી તે શું મજબૂરી છે સર? ચોથા એક યુઝરે લખ્યું હતું કે ખાલી જયા જી… એટલું જ લખી દીધું હોત તો પણ ચાલતે. આ બધા વચ્ચે એક યુઝરે લખ્યું હતું કે બચ્ચનજી આખરે શું ઈચ્છી રહ્યા છે? દેશમાં આટલું બધું ચાલી રહ્યું છે અને તમારાથી બે શબ્દ નથી લખાઈ શકતા?
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બિગ બીએ છેલ્લે તમિલ ફિલ્મ વેટ્ટૈયનમાં જોમાં મળ્યા હતા, જેમાં તેમની સાથે રજનીકાંત, ફહાદ ફાસિલ, રાણા દુગ્ગુબાતી, મંજુ વારિયર, રીતિક સિંહ, દુશારા વિજયન, રોહિણી, રાવ રમેશ, અભિરામી અને રમેશ તિલક જેવા કલાકારો જોવા મળ્યા હતા. ત્યાર બાદ તેઓ ફિલ્મ કલ્કી 2898 એડીના સિક્વલમાં જોવા મળશે. આ સિવાય તેમની પાસે રિભુ દાસગુપ્તાની ફિલ્મ સેક્શન 84માં પણ તેો જોવા મળશે. આ ફિલ્મમાં ડાયના પેન્ટી, નિમ્રત કૌર પણ લીડ રોલમાં જોવા મળશે.
આપણ વાંચો : ઓપરેશન સિંદૂર બાદ અમિતાભ બચ્ચને શેર કરી રહસ્યમય પોસ્ટ! સોશિયલ મીડિયામાં લોકોએ માંગ્યો જવાબ