મનોરંજન

હેં, બધાની હાજરીમાં સ્ટેજ પર જ આ કોને પગે લાગ્યા Amitabh Bachchan? વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Bollywood Megastar Amitabh Bachchan) હાલમાં તેમની ફિલ્મ કલ્કી 2898 એડી (Film Kalki 2898 AD)ને કારણે લાઈમલાઈટમાં રહે છે. અઠવાડિયા બાદ આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના પ્રમોશન ઈવેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બિગ બી મંચ પર જ કોઈને પગે લાગી રહ્યા છે. આવો જોઈએ આખરે કોણ છે એ મહાન વ્યક્તિ કે જેમને ખુદ બિગ બી પગે લાગી રહ્યા છે.

હાલમાં જ આ ફિલ્મનું એક પ્રિ-રિલીઝ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં ફિલ્મના તમામ લીડ સ્ટાર્સે હાજરી આપી હતી. આ ફિલ્મમાં બિગ બીની સાથે સાથે દિપીકા પદૂકોણ (Deepika Padukone), પ્રભાસ (Prabhas), રાણા દગ્ગુબાતી (Rana Daggubati) કમલ હસન (Kamal Hasan) પણ જોવા મળશે. પણ આ ઈવેન્ટમાં જ બિગ બી પોતાના એક ગેસ્ચરને કારણે સોશિયલ મીડિયા ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે અને તેમણે ફેન્સનું દિલ જિતી લીધું છે.


વાત જાણે એમ છે કે ફિલ્મના નિર્માતા સી અશ્વિની દત્તે મંચ પર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ને ફિલ્મની પહેલી ટિકિટ આપી હતી. બિગ બીએ આ ટિકિટ 500 રૂપિયામાં ખરીદી હતી અને નિર્માતાના વખાણ કરતાં જણાવ્યું હતું કે તેઓ આખી ફિલ્મ દરમિયાન ખૂબ જ સપોર્ટિવ રહ્યા હતા. તેઓ એક સરળ અને વિનમ્ર માણસ છે. આટલું કહીને બિગ બી મંચ પર જ તેમના પગે પડવા લાગ્યા હતા.

આ પણ વાંચો : Radhika Merchantની 12,000થી વધુ ક્રિસ્ટલવાળી હિલ્સની કિંમત જાણો છો?

બિગ બીની આ મોટાઈ જોઈને અશ્વિની દત્ત ભાવુક થઈ ગયા હતા અને તેમણે પણ બિગ બીના ચરણસ્પર્શ કર્યા હતા. ત્યાં હાજર તમામ લોકોને પ્રોડ્યુસર અને એક્ટરની આ મોટાઈ સ્પર્શી ગઈ હતી. સોશિલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયો પર નેટિઝન્સ કમેન્ટ કરી રહ્યા છે અને બિગ બીને રિયલ લાઈફ હીરો કહી રહ્યા છે.

દરમિયાન આ જ ઈવેન્ટનો એક બીજો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે જેમાં મોમ ટુ બી દિપીકા પદૂકોણને સ્ટેજ પર ચઢવામાં બિગ બી મદદ કરતાં જોવા મળી રહ્યા છે જ્યારે બીજા એક વીડિયોમાં ઉતરતી વખતે પ્રભાસ અને અને બિગ બી બંને દીપુની મદદ કરવા માટે પહોંચે છે, પણ પ્રભાસ આગળ આવીને દીપુની મદદ કરે છે એ જોઈને બિગ બી હસતાં હસતાં કંઈક કહીને ટાપલી મારતા પણ નજરે પડે છે. ત્રણેય વચ્ચેની આ મસ્તી મજાક દર્શાવતો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે