ખબરદાર જો એને હાથ લગાવ્યો છે તો, તારું કરિયર બરબાદ કરી નાખીશ, અમિતાભ બચ્ચને કોને આપી ધમકી?

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન 83 વર્ષે પણ રિયલ અને રીલ લાઈફમાં એકદમ સુપકર એક્ટિવ છે. જેમ બિગ બીને આપણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહાનાયક કહીએ છીએ એ જ રીતે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં નેશનલ એવોર્ડ વિનર સિંગર શંકર મહાદેવનનું નામ ખૂબ જ આદરથી લેવામાં આવે છે. શંકર મહાદેવને અનેક સુપરહિટ ગીતો ઈન્ડસ્ટ્રીને આપ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે બિગ બીએ શંકર મહાદેવનને કરિયર ખરાબ કરવાની ધમકી આપી હતી? ચાલો તમને આ ઈન્સાઈડ સ્ટોરી જણાવીએ-
શંકર મહાદેવને ખુદ આ ઘટના વિશે ખુલાસો કર્યો હતો. શંકર મહાદેવને જણાવ્યું હતું કે મને યાદ છે કે બચ્ચન સર, રોક એન્ડ રોલની શૂટિંગ કરી રહ્યા હતા અને અમે લોકો સેટ પર ગયા હતા. મારા વજન છતાં તેમણે મને ઉંચકી લીધો હતો, કારણ કે તેઓ આ ગીતથી ખૂબ જ ખુશ હતા. તેઓ ખૂબ જ પ્રેમાળ છે અને તેમણે મને ગળે લગાવતા કહ્યું હતું કે શું ગીત બનાવ્યું છે?

આ જ ઈન્ટરવ્યુમાં મહાદેવને બીજી એક ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે કઈ રીતે બિગ બીએ તેમને એક વખત મજાકમાં જ કરિયર ખતમ કરી દેવાની ધમકી આપી હતી. તેમણે આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મેં બિગ બી માટે ગીત કજરા રેનું એક રફ વર્ઝન રેકોર્ડ કર્યું હતું, જેથી તેઓ આવીને પોતાનો અવાજ રેકોર્ડ કરી શકે, કારણ કે જાવેદ અલીએ અભિષેક બચ્ચન માટે ગાયું હતું અને બિગ બીનો પાર્ટ મેં કર્યો હતો. જ્યારે એક ઈવેન્ટમાં અમે મળ્યા ત્યારે મેં એમને કહ્યું કે સર આવીને તમારા ભાગનું ડબિંગ કરી લો, અમારે ગીતને મિક્સ કરવાનું છે.
શંકર મહાદેવને આગળ જણાવ્યું કે બિગ બીએ આ સાંભળીને કહ્યું કે કયું ગીત? મેં કહ્યું અરે કજરારે ગીત. તેમણે મને કહ્યું કે તો હું એમાં શું ડબ કરું? તો મેં કહ્યું સર મેં તમારો ભાગ ડબ કરવા માટે રાખ્યો છે. તેમણે ગીત તો પહેલાં જ શૂટ કરી દીધું હતું અને તેમને ખૂબ જ પસંદ આવ્યું હતું. બિગ બીએ શંકર મહાદેવનને કહ્યું કે નહીં આ આ જ રીતે થશે અને જો તે એને હાથ લગાડ્યો તો હું તારું કરિયર બરબાદ કરી નાખીશ.
અત્રે ઉલ્લેખનીય છે હાલમાં બિગ બી કૌન બનેગા કરોડપતિની 17મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે અને તેઓ ટૂંક સમયમાં જ ફિલ્મ કલ્કી 2898 એડીની સિક્વલમાં જોવા મળશે. આ ઉપરાંત તેઓ નિતેશ તિવારીની ફિલ્મ રામાયણમાં પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે.
આ પણ વાંચો…આ કારણે સાત દિવસ સુધી મોઢું નહોતું ધોયું અમિતાભ બચ્ચને, કારણ જાણીને ચોંકી ઉઠશો…



