મનોરંજન

31 વર્ષ પહેલાં આવી હતી બિગ બી અને સની દેઓલની આ એકમાત્ર ફિલ્મ! જાણો કઈ હતી તે ફિલ્મ?

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને સુપર સ્ટાર સની દેઓલની ગણતરી ઈન્ડિયન

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારોમાં કરવામાં આવે છે. આ બંને દિગ્ગજો દાયકાઓથી દેશ-દુનિયાના દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. બંનેએ એકથી એક ચડિયાતી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે, અને મજાની વાત તો એ છે એ છે કે સની અને અમિતાભ બચ્ચને એક સાથે પણ એક ફિલ્મમાં કામ કર્યું છે. જોકે, એ ફિલ્મ 31 વર્ષ પહેલાં આવી હતી અને ત્યાર બાદ બંને જણ ફરી ક્યારેય સાથે કોઈ ફિલ્મમાં જોવા મળ્યા નથી. ચાલો જાણીએ કઈ છે આ ફિલ્મ…

વાત કરીએ અમિતાભ બચ્ચનની તો બિગ બીએ પોતાની એક્ટિંગના કરિયરની શરૂઆત 1969માં ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી કરી હતી. આ ફિલ્મે ભલે બોક્સ ઓફિસ પર ધમાલ ન મચાવી હોય, પરંતુ આ ફિલ્મ બાદ અમિતાભ બચ્ચન ઈન્ડિયન ફિલ્મનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયા હતા, એ વાતમાં કોઈ શંકા નથી. જ્યારે સની દેઓલે 1983માં ફિલ્મ ‘બેતાબ’ થી બોલિવૂડમાં ધમાકેદાર ડેબ્યુ કર્યું હતું, જે ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી અને ત્યાર બાદ સની દેઓલે અનેક સુપરહિટ ફિલ્મો આપી છે.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચન માટે સાઉથના આ સુપરસ્ટારે મંદિરમાં લેટીને કરી પરિક્રમા, ખુદ બિગ બીએ કર્યો ખુલાસો…

જોકે, જોવાની વાત એ છે બિગ બી અને સની દેઓલે પોતાના આટલા લાંબા અને સફળ કરિયરમાં આ બંને દિગ્ગજોને 1994માં એક સાથે એક ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો હતો. આ તેમની કરિયરની એકમાત્ર એવી ફિલ્મ હતી, જેમાં તેઓએ સ્ક્રીન શેર કરી હતી અને આ ફિલ્મ બાદ બંને અભિનેતાઓએ ક્યારેય સાથે કામ કર્યું નથી.

આટલા વર્ષો વીતી ગયા, પણ 1994 પછી આ બંને સ્ટાર્સે ફરી ક્યારેય એકસાથે કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી. બોલિવૂડના ઇતિહાસમાં આ એક અનોખી વાત છે કે બે દાયકાઓથી રાજ કરનારા આ મહાનાયકો માત્ર એક જ ફિલ્મમાં સાથે જોવા મળ્યા. શું તમે જાણો છો આ કઈ ફિલ્મ હતી? અહીં જે ફિલ્મની વાત થઈ રહી છે એ ફિલ્મ છે ઈન્સાનિયત…

આ પણ વાંચો: સની દેઓલના પાવરફુલ ડાયલોગ સાથે ‘બોર્ડર 2’નું ટીઝર રિલીઝ, જાણો ફિલ્મની રિલીઝ ડેટ

28મી ફેબ્રુઆરી, 1994માં આવેલી આ ફિલ્મમાં બંનેની સાથે જાણીતા એક્ટર ચંકી પાંડે પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં બિગ બીએ ઈન્સ્પેક્ટર અમર પાલ સિંહનો રોલ કર્યો હતો, જ્યારે સની દેઓલે કરીમ લાલા નામનું કેરેક્ટર પ્લે કર્યું હતું. 4.25 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે એ સમયે 5.76 કરોડ રૂપિયાની કમાણી કરી હતી

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં બિગ બી કૌન બનેગા કરોડપતિની 17મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે, જ્યારે સની દેઓ પોતાની ફિલ્મ બોર્ડરની સિક્વલ ફિલ્મ બોર્ડર-ટુને કારણે લાઈમલાઈટમાં છે. 16મી ડિસેમ્બરના આ ફિલ્મનું ટીઝર રીલિઝ કરવામાં આવ્યું હતું અને આ ફિલ્મ 23મી જાન્યુઆરી, 2026માં રીલિઝ થઈ રહી છે.

સંબંધિત લેખો

Back to top button