હેં, Amitabh Bachchanએ આ એક્ટ્રેસને મનાવવા એક-બે નહીં ટ્રક ભરીને ગુલાબ મોકલાવ્યા હતા!

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા હશો અને મનમાં સવાલ પણ થઈ રહ્યા હશે કે આખરે કઈ છે આ એક્ટ્રેસ કે જેના માટે અમિતાભ બચ્ચને એક બે નહીં પણ ટ્રક ભરીને ગુલાબ મોકલાવ્યા હતા? ચાલો તમને આ વિશે જણાવીએ. ચોક્કસ જ આ પાછળની સ્ટોરી તમારા મગજના તાર હલાવી દેશે…
બિગ બીએ માત્ર બોલીવૂડ જ નહીં પણ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય અને સન્માનિત કલાકારોમાંથી એક છે અને સ્વાભાવિક છે કે બિગ બી સાથે કામ કરવાની દરેકની ઈચ્છા દરેક કલાકારને હોય છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે ઈન્ડસ્ટ્રીના જ એક એક્ટ્રેસે બિગ બી સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ શ્રીદેવી છે. દિવંગત અભિનેત્રી શ્રીદેવીને મનાવવા માટે બિગ બીએ ટ્રક ભરીને ગુલાબ મોકલાવ્યા હતા.

આ પણ વાંચો: જ્યારે અમિતાભના બર્થ ડે માં રેખા આમંત્રણ વિના દોડી આવી હતી, પછી જે થયું તે…
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર અમિતાભ બચ્ચન અને શ્રીદેવી ફિલ્મ ખુદા ગવાહમાં સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મ 1992માં રિલીઝ થઈ હતી. પરંતુ પહેલાં શ્રીદેવી ખુદા ગવાહમાં કામ કરવા તૈયાર નહોતા. પણ પછીથી બિગ બીએ શ્રીદેવીને મનાવવા માટે એવું કંઈક કર્યું કે જેની શ્રીદેવીએ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. આ કિસ્સાનો ઉલ્લેખ શ્રીદેવી પર લખાયેલાં પુસ્તકમાં કરવામાં આવ્યો છે.
અહીંયા તમારી જાણ માટે કે અમિતાભ અને શ્રીદેવી બંને ખુદા ગવાહ પહેલાં પણ બે ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. જ્યારે ખુદા ગવાહના ડિરેક્ટર મુકુલ એસ. આનંદ બિગ બી પાસે સ્ક્રિપ્ટ લઈને પહોંચ્યા ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે આ ફિલ્મમાં તેમની સાથે શ્રીદેવી હશે. પરંતુ બિગ બીનું એવું માનવું હતું કે બંને જણ સાથે પણ ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે તો હવે વાત ના પણ બને અને થયું પણ એવું જ. શ્રીદેવી બિગ બી સાથે ફિલ્મમાં કામ કરવા તૈયાર નહોતા અને તેમને મનાવવા માટે બિગ બીએ ગુલાબથી ભરેલી આખી ટ્રક મોકલાવી હતી.
આ પણ વાંચો: જ્યારે Aishwarya Rai-Bachchanને શ્રીદેવીએ ભેટમાં આપ્યો સુંદર હાર, રેખા સાથે છે ખાસ સંબંધ…
બિગ બી ટ્રક ભરીને ગુલાબ મોકલાવે અને શ્રીદેવી ના માને એવું તો કઈ રીતે થાય? આખરે શ્રીદેવી બિગ બી સાથે ખુદા ગવાહમાં કામ કરવા તૈયાર થયા, પણ તેમણે એક શરત મૂકી. શ્રીદેવીએ આ ફિલ્મમાં કામ કરવા માટે મેકર્સ સામે શરત મૂકી કે આ ફિલ્મમાં મા-દીકરીનો રોલ કરશે. મેકર્સે આ શરત માન્ય રાખી અને ફિલ્મમાં શ્રીદેવીએ ડબલ રોલ કર્યો હતો, એ તો આપણે જાણીએ જ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બી આજે પોતાનો 83મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે અને તેમના ફેન્સ તો ગઈકાલ રાતથી મુંબઈ ખાતે આવેલા તેમના બંગલા જલસાની બહાર સેલિબ્રેટ કરી રહ્યા છે, જેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.